વોશિંગ્ટન, શુક્રવાર
દુનિયાભરમાં કોરોના વાઈરસના નવા ઓમિક્રોન વેરિએન્ટે ચિંતા વધારી છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેને આ વેરિએન્ટને લઈને લોકોને સાવચેત કર્યા છે.ગુરુવારે બાઈડેને કહ્યુ હતુ કે અમેરિકામાં કોરોના વાઈરસ ઘણો ઝડપથી ફેલાય શકે છે અને આ શિયાળો ગંભીર બીમારીઓવાળો રહેશે. તેમણે વેક્સિન નહીં લેનેરાઓને સચેત કરતા કહ્યુ છે કે રસી નહીં લેનારાઓના મોત પણ થવાની શક્યતા છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ટોચના આરોગ્ય અધિકારીઓની સાથે મહામારીની સ્થિતિને લઈને જાણકારી પ્રાપ્ત કરી છે. તેમણે લોકોને કહ્યુછે કે તેઓ ઝડપથી બૂસ્ટર શોટ લઈ લે. બાઈડને કહ્યુ છે કે આ શિયાળો ગંભીર રોગોવાળો દેખાય રહ્યો છે અને રસી નહીં લેનારાઓની મોત થઈ શકે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે એક ટ્વિટ દ્વારા કહ્યુ છે કે જો તમે વેક્સિન લીધી છે અને પછી પણ તમે નવા વેરિએન્ટને લઈને ચિંતિત છો, તો બૂસ્ટર ડોઝ લો. જો તમે વેક્સિન નથી લીધી, જાવો અને જઈને પહેલો ડોઝ લો. આપણે ઓમિક્રોન વેરિએન્ટ સામે સાથે મળીને લડીશું.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે કહ્યુ છે કે ઓમિક્રોન વેરિએન્ટ ઝડપથી અમેરિકામાં ઝડપથી ફેલાય રહ્યો નથી અને તેના માટે અહીંનું પ્રશાસન પ્રશંસાને પાત્ર છે. તેમણે કહ્યુ છે કે ઓમિક્રોન હવે અહીં છે, તે ફેલાય રહ્યો છે અને આગળ જતાં તે વધી શકે છે. પોતાનો બૂસ્ટર ડોઝ લો, આ ઘણું જરૂરી છે. મહત્વપૂર્ણ છે કે પહેલેથી જ ડેલ્ટા સ્વરૂપના સંક્રમણથી ઝઝૂમી રહેલા અમેરિકામાં કોરોના વાઈરસનો નવો વેરિએન્ટ ઓમિક્રોન અરાજક સ્થિતિની વધુ એક લહેરના ખતરા તરીકે ઝળુંબી રહ્યો છે અને દેશમાં સંક્રમણના મામલામાં વધારો થવાનો ખતરો છે.
જો કે વ્હાઈટ હાઉસે આના પહેલા કહ્યું હતું કે લોકડાઉન લાગુ કરવાની કોઈ જરૂરિયાત નથી. કારણ કે રસી વ્યાપકપણે ઉપલબ્ધ છે અને તે વાયરસના ગંભીર પરિણામોથી સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં અસરકારક પ્રતીત થાય છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના નેતૃત્વમાં એક રિસર્ચ સહયોગ માટે કોવિડના સ્વરૂપો પર નજર રાખનારા જેકબ લેમીક્સે કહ્યુ છે કે ડેલ્ટા સંક્રમણના મામલા વધી રહ્યા છે, પરંતુ ઝડપથી વધી રહ્યા છે અને તેવામાં ઓમિક્રોનના કેસની સંખ્યા પણ વધી રહી છે. આ ચિંતાજનક છે, કારણ કે આપણી હોસ્પિટલો પહેલેથી જ ભરેલી છે અને આરોગ્યકર્મીઓ થાકેલા છે. અમેરિકામાં રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્રના નિદેશક રોશેલ વાલેંસ્કીએ કહ્યુ છે કે શરૂઆતના આંકડા જણાવે છે કે ઓમિક્રોન ડેલ્ટા કરતા વધારે ચેપી છે અને તેના બેગણા થવાનો સમય બે દિવસનો છે.

