HomeGujaratNorth Gujaratગુજરાત હાઈકોર્ટના પ્યુનને સંકુલમાંથી જ ધોળકા પોલીસ ઉઠાવી જતા દોડધામ

ગુજરાત હાઈકોર્ટના પ્યુનને સંકુલમાંથી જ ધોળકા પોલીસ ઉઠાવી જતા દોડધામ

અમદાવાદ, ગુરુવાર

  ગત ઓક્ટોબરમાં સબ ઓડિટર અને સબ એકાઉન્ટના પેપરલીક મામલે ગુજરાત હાઈકોર્ટના પ્યુનની ધોળકા પોલીસે અટકાયત કરી છે. જો કે હાઈકોર્ટના ગેટ પરથી પ્યુનને અચાનક લઈ જતા અપહરણનો મેસેજ વાયરલ થયો હતો. પરંતુ ધોળકા પોલીસ તેને લઈ ગઈ અને મોડી સાંજે તેને છોડી મૂક્યો હતો. જો કે આ ઘટનામાં પ્યુનની અટકાયત કરતા ધોળકા પોલીસના PSI અને ત્રણ કોન્સ્ટેબલ સામે યોગ્ય કાર્યવાહી થઈ શકે છે.

  ઘટનામાં લગભગ 30 મિનિટ બાદ પટાવાળાને ઉપાડી ગયેલા માણસોએ ફોન કરીને તેઓ પોતે પોલીસકર્મી હોવાનું જણાવ્યું અને ધોળકાના પેપર લીક કૌભાંડમાં પટાવાળો આરોપી હોવાથી તેને લઈ ગયા હોવાનું જણાવ્યું હતું. અત્રે મહત્વનું છે કે, ગુજરાત હાઈકોર્ટમાં પટાવાળાની નોકરી કરતા દાનાભાઈ ઉર્ફે કાનાભાઈ ડાંગર બુધવારે બપોરના હાઈકોર્ટમાં હતાંય ત્યારે એક કાળા રંગની કાર હાઈકોર્ટ સંકુલમાં આવી અને કારમાં આવેલા માણસો જબરજસ્તીથી તેઓને પકડી ગાડીમાં બેસાડીને લઈ ગયા હતાં. જો કે, હાઈકોર્ટમાંથી અપહરણ થયું હોવાની પોલીસને જાણ થતાં જ સોલા પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં.બાદમાં પોલીસ તપાસ કરતી હતી ત્યારે દાનાભાઈની પત્નીને ફોન આવ્યો હતો અને સામેવાળાએ પોતાની ઓળખાણ ધોળકા પોલીસ સ્ટેશનના PSI ઝાલા તરીકે આપી હતી અને સાથે એમ પણ જણાવ્યું હતું કે, ‘તમારા પતિ દાનાભાઈનું નામ ધોળકાના પેપર લીક કૌભાંડમાં ખૂલ્યું છે જેથી અમે તેઓને પકડીને લઈ ગયા છીએ.’ (તસ્વીર પ્રતિકાત્મક છે)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,540SubscribersSubscribe

TRENDING NOW