HomeGujaratઉત્તર ગુજરાતમાં ઓમિક્રોનની દસ્તક : વિજાપુરના પિલવાઈની મહિલા સંક્રમિત, આરોગ્ય તંત્રમાં દોડધામ

ઉત્તર ગુજરાતમાં ઓમિક્રોનની દસ્તક : વિજાપુરના પિલવાઈની મહિલા સંક્રમિત, આરોગ્ય તંત્રમાં દોડધામ

ગાંધીનગર, ગુરૂવાર

  વિશ્વના 38થી વધારે દેશોમાં ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારતમાં પણ તેના સત્તાવાર 68 જેટલા કેસ નોંધાયા છે અને ગુજરાતમાં પણ ઓમિક્રોનનો આંકડો પાંચ ઉપર પહોંચ્યો છે. મહેસાણાના વિજાપુરના પિલવાઈ ગામની 41 વર્ષીય મહિલા ઓમિક્રોન પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. સંક્રમિત મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી પણ મહિલાના સંબંધી ઝિમ્બાબ્વેથી આવ્યા હતા અને બેસણામાં મળ્યા હતા ત્યાર બાદ મહિલાને અસર જણાઈ હતી. આરોગ્ય વિભાગ દ્વારા હાલ અગમચેતીના પગલા ભરાયા છે અને મહિલાને વધુ સારવાર માટે વડનગર ખસેડાઈ છે. મહેસાણા જિલ્લામાં ઓમિક્રોનની એન્ટ્રીથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. 

  ઓમિક્રોનની ગુજરાતમાં સત્તાવાર એન્ટ્રી થઈ ચૂકી છે અને હાલ કુલ કેસનો આંકડો પણ પાંચ ઉપર પહોંચી ચૂક્યો છે. દક્ષિણ આફ્રિકાના ઝિમ્બાબ્વેથી આવેલા પ્રવાસીઓ ચેપગ્રસ્ત બની રહ્યા છે અને અન્ય લોકોમાં પણ તેનો ચેપ પ્રસરી રહ્યો છે. વિજાપુરના પિલવાઈ ગામની 41 વર્ષીય મહિલાનો 10મી ડીસેમ્બરે રિપોર્ટ કરાયો હતો અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહિલા ઓમિક્રોન સંક્રમિત થતાં આરોગ્ય વિભાગની ટીમો ઉતરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા હાલ મહિલા રહે છે તે વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરાયો છે અને મહિલાને વધુ સારવાર માટે વડનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.

  મહિલાના સંબંધીઓ ઝિમ્બાબ્વેથી આવ્યા હતા અને એક બેસણામાં મળ્યા હતા અને ત્યારબાદ મહિલાને ચેપ લાગ્યો હોવાનું અનુમાન છે. જાે કે, તે સ્વજનોના ત્રણ ત્રણ વાર રિપોર્ટ કરાયા પછી પણ તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. મહિલાને ઓમિક્રોનનો ચેપ ક્યાંથી અને કેવી રીતે લાગ્યો તે શોધવું આરોગ્ય વિભાગ માટે કપરું બન્યું છે. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વિજાપુરના પિલવાઈમાં ઓમિક્રોનની એન્ટ્રી થયા બાદ લોકોમાં ફફડાટ ફેલાયો છે. આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરાઈ છે કે, કોઈ ખોટી અફવામાં આવે નહી અને વિદેશી આવ્યા હોય તે નાગરિકો અચૂક ઓમિક્રોન ટેસ્ટ કરાવે તે સૌના હિતમાં છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,540SubscribersSubscribe

TRENDING NOW