HomeGujaratસેન્સેક્સ 425 અંકના ઉછાળા સાથે 58213 પર પહોંચ્યો, બજાજ ફાયનાન્સ-ઈન્ફોસિસના શેરોમાં તેજી

સેન્સેક્સ 425 અંકના ઉછાળા સાથે 58213 પર પહોંચ્યો, બજાજ ફાયનાન્સ-ઈન્ફોસિસના શેરોમાં તેજી

મુંબઈ, ગુરુવાર

   આજે શેરબજારમાં 400 અંકથી વધુ તેજી જોવા મળી. બીએસઈના સેન્સેક્સમાં 425 અંકનો ઉછાળો જોવા મળ્યો અને તે 58213 પર ટ્રેડ કરી રહ્યો છે. બજાજ ફાયનાન્સ, બજાજ ફિનસર્વ અને ઈન્ફોસિસના શેરો સૌથી વધારે બઢતમાં છે.

  સેન્સેક્સ સવારે 455 અંક ઉપર 58243 પર ખુલ્યો હતો. તે દરમિયાનતેમા 58337નું ઉપરી સ્તર અને 58168નું નીચલું સ્તર બનાવ્યું. તેના 30 શેરોમાંથી 5 શેરોમાં ઘટાડો અને બાકીના 25 શેરોમાં બઢત સાથે કારોબાર થઈ રહ્યો છે. બઢતવાળા શેરોમાં ટાટા સ્ટીલ, ઈંડસઈંડ બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એક્સિસ બેંક મુખ્ય છે. ઘટાડાવાળા શેરોમાં બજાજ ઓટો, એશિયન પેન્ટ્સ, મારુતિ અને સન ફાર્મા છે.

   નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 108 અંકની તેજી સાથે 17329 પર કારોબાર કરી રહ્યો છે. તેણે પ્રારંભિક કારોબારમાં 17379નું ઉપરી સ્તર અને 17328નું નીચલું સ્તર બનાવ્યું છે. તેના 50 શેરોમાંથી 37 બઢત સાથે કારોબાર કરી રહ્યા છે, જ્યારે 11 ઘટાડામાં છે. બઢતવાળા મુખ્ય શેરોમાં ઈન્ફોસિસ, બજાજ ફાયનાન્સ, વિપ્રો અને ટેક મહિન્દ્રા છે. ઘટાડાવાળા શેરોમાં સન ફાર્મા, ટાટા કન્ઝ્યૂમર, હિંદુસ્તાન યૂનિલીવર અને અન્ય શેરો સામેલ છે.

  બુધવારે સેન્સેક્સ 329 પોઈન્ટ ઘટીને 57788 પર બંધ થયો હતો. પેટીએમના શેર 7.72 ટકા તૂટીને 1380 પર બંધ થયા હતા. જો કે દિવસમાં તે 10 ટકાથી વધુ તૂટીને 1297 સુધી પહોંચ્યા હતા. પેટીએમના શેર એટલા માટે ગગડયા, કારણ કે એન્કર રોકાણકારોનો લોક ઈન પીરિયડ સમાપ્ત થઈ ગયો હતો અને તેમણે શેર વેચ્યા. જો કે આજે પેટીએમના શેર પ્રારંભિક કારોબારમાં શેર 3 ટકા ઉપર છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW