તહેરાન, ગુરુવાર
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે પરમાણુ હથિયારોને લઈને તણાવ ચરમ પર છે. આ વાતનો ખતરો વધી ગયો છે કે જો ઈરાન પરમાણુ કાર્યક્રમ પર રોક અને ઈઝરાયલ વિરુદ્ધ કામ કરતા આથંકવાદીઓને મદદ કરવાનું બંધ નહીં કરે, તો ઈઝરાયલ તેના પર હુમલો પણ કરી શકે છે. ત્યારે ઈરાનના અખબાર તેહરાન ટાઈમ્સે ઈઝરાયલના સંરક્ષણ મંત્રીના હુમલાવાળા નિવેદન પર પલટવાર કરતા ઈઝરાયલનો એક નક્શો પ્રકાશિત કરી છે. તેમા હુમલાના સંભવિત લક્ષ્ય દર્શાવવામાં આવ્યા છે. હવે એવું માનવામાં આવે છે કે આ નક્શાને કારણે ફરી એકવાર બંને દેશો વચ્ચે વિવાદ વધવાની શક્યતા રહેશે.
તેહરાન ટાઈમ્સે કહ્યું છે કે ઈઝરાયલના સુરક્ષા દળોએ આગામી વર્ષે મોટા પ્રમાણે સૈન્ય અભ્યાસ કરવાની પુષ્ટિ કરી છે. તેનાથી ખબર પડે છે કે ઈઝરાયલી સેના ઈરાન પર હુમલો કરવા માટે કેટલી ઉત્સુક છે. અખબારે ભારપૂર્વક કહ્યું છે કે ઈઝરાયલે તાજેતરમાં તેહરાને સુરક્ષા ક્ષેત્રમાં જે પ્રગતિ પ્રાપ્ત કરી છે, તેને યાદ અપાવવાની જરૂરત નથી. અખબારે ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા અયાતુલ્લા અલી ખૌમેનીની 2013ની ચેતવણીનો પણ પુનરોચ્ચાર કર્યો છે. જેમાં ખૌમેનીએ ઈઝરાયલને ચેતવણી આપી હતી કે ઈરાન પર હુમલાના ગંભીર પરિણામ ભોગવવા પડશે.
ખૌમેનીએ એમ પણ કહ્યુ છે કે ઘણીવાર યહુદી શાસનના નેતા અમને ધમકાવે છે. તે સૈન્યથી હુમલો કરવાની ધમકી આપી રહ્યા છે. પરંતુ મને લાગે છે કે તે જાણે છે, જો તે ભૂલ કરે છે, તો ઈરાને તેલઅવીવ અને હૈફાને નષ્ટ કરી દેવા જોઈએ. તેહરાન ટાઈમ્સે એ જણાવ્યું નથી કે નક્શાની જાણકારી ઈરાનની યુદ્ધની રણનીતિનો ભાગ છે અથવા તો પછી તેણે કલ્પનાના આધારે તેને તૈયાર કર્યો છે. નક્શા એટલા માટે અજીબ છે, કારણ કે ખબરમાં વાત તો ઈઝરાયલ પર હુમલાની કરાય રહી છે. પરંતુ તેમા લેબનાનનો હિસ્સો અને પેલેસ્ટાઈનનું શહેર પણ દેખાય રહ્યું છે. તેના સિવાય તેમા ઈઝરાયલના નેગેવ રણનો પણ ઉલ્લેખ છે.
ઈરાનના પરમાણુ ઊર્જા સંગઠનના પ્રમુખ મોહમ્મદ ઈસ્લામી પણ પોતાના પરમાણુ રિએક્ટર્સ પર સંભવિત હુમલાના અહેવાલને કારણે ઈઝરાયલને ચેતવણી આપી ચુક્યા છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ છે કે ઈઝરાયલને પહેલા ખુદને આઈનામાં જોવું જોઈએ અને અમને ધમકી આપવાથી પહેલા ખુદની ક્ષમતાઓને પરખવી જોઈએ. આના સિવાય ઈઝરાયલના મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે ઈઝરાયલે ઈરાનના ન્યૂક્લિયર પ્લાન્ટ્સ પર હુમલાની તૈયારી માટે 1.5 અબજ ડોલરની ફંડિંગને મંજૂરી આપી છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આ બજેટનો ઉપયોગ યુદ્ધવિમાનો માટે હથિયાર બનાવવા અને ગુપ્ત જાણકારીઓની સાથે જ ભૂમિગત હથિયાર કેન્દ્રો પર હુમલા માટે કરવામમાં આવશે.

