અમદાવાદ, બુધવાર
દેશ અને ગુજરાતમાં આજકાલ નાના બાળકોથી લઈને મોટા વ્યક્તિઓ પાસે લગભગ દરેકના હાથમાં મોબાઈલ ફોન જોવા મળી રહ્યા છે. હાલમાં જ NFHSના સર્વેમાં ચોંકાવનારા પરિણામો આવ્યા છે. NFHSએ મોબાઈલ હોવો અને તેના ઉપયોગને લઈને કેટલાક ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે.
ગુજરાતની વાત કરીએ તો સર્વેમાં કહેવાયું છે કે મોબાઈલને હવે જીવન જરૂરી વસ્તુ માનવામાં આવી રહ્યો છે. આ સાથે જ લોકો તેના ઉપયોગને લઈને પણ જાણકારી બની રહ્યા છે. આજે રાજ્યમાં 100માંથી 92 લોકો પાસે મોબાઈલ ફોન છે. આ પ્રમાણ ઘરની મૂળભૂત વસ્તુઓ કરતા વધારે હોવાનું સર્વેમાં જણાવવામાં આવ્યું છે.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે – 5 ના સર્વેમાં જે ચોંકાવનારા પરિણામો આવ્યા છે તેમાં કહેવાયું છે કે હાલમાં મોબાઈલ ફોન ધરાવતા પરિવારોની સંખ્યા શહેરી વિસ્તારોમાં 97% અને ગ્રામીણ વિસ્તારોમાં 89% હોવાનું જાણવા મળ્યું હતું. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે – 5 ના સર્વેમાં જે ચોંકાવનારા પરિણામો આવ્યા છે તેમાં કહેવાયું છે કે હાલમાં મોબાઈલ ફોન ધરાવતા પરિવારોની સંખ્યા શહેરી વિસ્તારોમાં 97% અને ગ્રામીણ વિસ્તારોમાં 89% હોવાનું જાણવા મળ્યું છે. ફોનના વપરાશને લઈને સર્વેમાં કહેવાયું છે કે ફોનના માલિકોની વાત કરીએ તો ગુજરાતીઓ પાસે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજયના 91 થી 93 ટકા જેટલી જ માલિકી ધરાવે છે. ગુજરાતમાં મહિલાઓના મોબાઈલના વપરાશની વાત કરીએ તો અહીં મોટાભાગની મહિલાઓ કોમ્યુનિકેશન માટે બેઝિક ફોનનો ઉપયોગ કરે છે. સર્વેની સાથે અન્ય એક મહત્ત્વની વાત એ પણ સામે આવી છે કે ગ્રામીણ અને આદિવાસી લોકો પણ મોબાઈલ અને ઈન્ટરનેટનો ઉપયોગ કરતા થયા છે.
આ સિવાય સસ્તા ફોનનો ઉપયોગ વધી રહ્યો છે. લોકો મોબાઈલની જરૂરિયાતને સમજી રહ્યા છે. સર્વેમાં સામેલ 49% અથવા અડધી મહિલાઓએ કહ્યું કે તેઓ અંગત ઉપયોગ માટે ફોન વાપરે છે. તો 75 ટકા એસએમએસ વાંચી શકે છે અને 22 ટકા તેનો ઉપયોગ ટ્રાન્ઝેક્શન માટે કરે છે. જોકે યુવા પુરુષો અને મહિલાઓ સ્માર્ટફોન સાથે ઈન્ટરનેટનો વધુ ઉપયોગ કરે છે.

