HomeNationalગુજરાત સરકારને આંચકો : કોરોનાથી મોતના આંકડા સાથે જોડાયેલા મીડિયા કવરેજ પર...

ગુજરાત સરકારને આંચકો : કોરોનાથી મોતના આંકડા સાથે જોડાયેલા મીડિયા કવરેજ પર રોક લગાવવાનો SCનો ઈન્કાર

નવી દિલ્હી, બુધવાર

   કોવિડ – 19થી મોત પર વળતરના મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આંકડામાંવિવાદ મામલે મીડિયા અહેવાલો પર દખલગીરી કરવાનો ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મોતોના મામલે રિપોર્ટિંગ ઓછું થઈ શકે છે અથવા નહીં પણ થઈ શકે છે. અમે એ નહીં કહીએ, પરંતુ 10 હજાર મોત અને આટલી મોટી સંખ્યામાં જમા કરાવવામાં આવેલી અરજીઓ પર આમ આદમી આ જ વિચારશે. અમે આ વિવાદ પર કોઈ ટીપ્પણી કરવા માંગતા નથી. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને સલાહ આપી છે કે કોવિડથી થયેલા મોત માટે વળતરની અરજી વધે છે, તો વધવા દો. સરકાર આંકડાની ચિંતા કરે નહીં. કલ્યાણકારી રાજ્ય હોવાના નાતે લોકોને મદદ આપવામાં ધ્યાન કેન્દ્રીત કરે. જો કોવિડથી મોત પર વળતર માટે અરજીઓની સંખ્યા વધી છે, તો તો આપણે સંતુષ્ટ થઈને સુઈ શકીએ છીએ।

   ગુજરાત સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ કોર્ટમાં કહ્યું છે કે મીડિયાએ એવું જણાવ્યું જેવું કે મોતનું ઓછું રિપોર્ટિંગ થઈ રહ્યું છે. પરંતુ આ સાચું નથી. વળતર માટે કોવિડના મોતની ગણના માટે સામાન્ય આઈસીએમઆર દિશાનિર્દેશની તુલનામાં કોવિડથી મોતના માપદંડ ઘણાં વ્યાપક છે. પાંચ દિવસમાં આંકડા વધી ગયા છે. જસ્ટિસ એમ. આર. શાહે કહ્યુ છે કે કારણ કે કોઈને કોવિડ થયો, તેને બાદમાં બીજી બીમારી વિકસિત થઈ તો મૃત્યુના કારણ ફેંફસાની સમસ્યા અથવા કંઈક બીજું જણાવવામાં આવે છે. માટે અમે કહ્યુ કે કોવિડ બાદ અન્ય જટિલતાઓથી મોતને ભેંટનારાઓ પર પણ વિચારણા કરવાની આવશ્યકતા છે. અમે અહીં માત્ર એ જોવા માટે છીએ કે સરકારો કામ કરી રહી છે. કેટલાક વર્ગોને બાદ કરતા જેમનો પોતાનો એજન્ડા છે, જે આ વાતથી ચિંતિત છે કે રિપોર્ટિંગ ઓછું થયું અથવા નહીં. અમે આની સાથે સંબંધિત નથી. અમે માત્ર એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે વધુમાં વધુ લોકોને આનો લાભ મળે. જો અમારા આદેશથી એક લાખ અથવા પાંચ લાખ લોકોને મદદ મળે છે, તો આ અમારા માટે સંતુષ્ટિની વાત છે.

   સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કલ્યાણકારી રાજ્ય હોવાના નાતે અરજીઓની સંખ્યા વધશે, તો કોઈને ચિંતા થવી જોઈએ નહીં. આ સંખ્યા વધતી હોય તો વધવા દો. સુનાવણી દરમિયાન ગુજરાત સરકાર તરફથી કહેવામાં આવ્યું કે 40467 અરજીઓ પ્રાપ્ત થઈ છે, તેમાંથી લગભગ 23848ને ચુકવણી થઈ ચુકી છે. 26836 અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને કહ્યું છે કે બાકીની ચુકવણી આજથી એક સપ્તાહની અંદર કરવામાં આવશે. અમે તેના વિસ્તૃત વિજ્ઞાપનોથી સંતુષ્ટ છીએ. લાભાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. આગામી સુનાવણી 17 ડિસેમ્બરે થશે.

   સુનાવણી દરમિયાન જસ્ટિસ એમ. આર. શાહે ગુજરાત સરકારને કહ્યુ હતું કે તમને 40 હજાર અરજીઓ મળી જ્યારે રજિસ્ટર્ડ મોત 10 હજાર હતી? તેના પર ગુજરાત સરકારે કહ્યું હતું કે હા, કારણ કે કોવિડ મોત માટે અદાલતની વ્યાખ્યા વળતર માટે અળગ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આરટી-પીસીઆર પોઝિટિવ હોવો જોઈએ અને 30 દવસની અંદર મોત થયેલું હોવું જોઈએ. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે કોવિડથી અત્યાર સધીમાં 19 હજાર 964ના મોત નીપજ્યા છે. પહેલાનો આંકડા 10098 હતો. સોમવારે રજૂ કરવામાં આવેલા એફિડેવિટ પ્રમાણે, સરકારને અત્યાર સુધીમાં પીડિત પરિવારો તરફથી 50 હજારના વળતર માટે અરજી મળી છે, તેનો આંકડો 34678 છે. સરકારે અત્યાર સુધીમાં 19964 લોકોને વળતરની વહેંચણી કરી છે. આ સંશોધિત આંકડાથી સ્પષ્ટ છે કે ગુજરાતમાં ઓછામાં ઓછા 19964ના મોત નીપજ્યા હતા. જો કે સરકારી વકીલે કહ્યુ હતુ કે સુપ્રીમ કોર્ટ પ્રમાણે કોવિડ પોઝિટિવ થવાના 30 દિવસની અંદર કોઈ અન્ય બીમારીથી અથવા આપઘાત કરવાને પણ કોવિડથી થયેલું મોત ગણવામાં આવશે. ગુજરાતના આંકડા વધવાથી દેશમાં કુલ મોતના આંકડામાં 2 ટકાનો વધારો થયો છે. આમ પણ ગુજરાત સરકાર પર કોવિડથી થયેલા મોતના આંકડા છૂપાવવાનો આરોપ લાગતો રહ્યો છે, જ્યારે અત્યાર સુધીમાં આખા દેશમાં ચાર લાખ 85 હજારથી વધુના કોરોનાને કારણે જીવ ગયા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW