HomeNationalInter Nationalઓમીક્રોન વાયરસને ધ્યાને લઈ WHOએ આપ્યું એલર્ટ,કહ્યું વધી શકે છે કેસ

ઓમીક્રોન વાયરસને ધ્યાને લઈ WHOએ આપ્યું એલર્ટ,કહ્યું વધી શકે છે કેસ

દેશ અને દુનિયામાં કોરોના વાયરસના નવા વેરિયંટ ઓમીક્રોનના કેસમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને બ્રિટન જેવા દેશમાં કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. વાયરસના નવા વેરિયંટે અનેક દેશમાં ભયનો માહોલ ફરી ઊભો કર્યો છે. જુદા જુદા દેશમાં વધી રહેલા કેસની સ્થિતિને ધ્યાને લઈને WHOએ એક મોટું એલર્ટ આપ્યું છે. વિશ્વમાં નવા કોરોના વેરિઅન્ટ ઓમિક્રોનના વધતા ડર વચ્ચે WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એ ગેબ્રેયસસે મોટું નિવેદન આપ્યું છે. ગ્રેબ્રેયસસે કહ્યું કે અત્યાર સુધી આવેલા કોરોનાના તમામ પ્રકારોમાં આ પ્રકાર સૌથી ઝડપથી ફેલાઈ રહ્યો છે.

આ સાથે વિશ્વના વિવિધ દેશોમાં કોરોનાના નવા પ્રકાર માટે ચલાવવામાં આવી રહેલા બૂસ્ટર અભિયાન વિશે પણ અનેક એવા જરૂરી મુદ્દાની છણાવટ કરી છે. ટેડ્રોસે જણાવ્યું કે, અત્યાર સુધીમાં કુલ 77 દેશોમાં ઓમીક્રોનના કેસ નોંધાયા છે. હકીકત એવી છે કે ભલે તે હજુ સુધી આવા કેસનો કોઈ સચોટ ખ્યાલ આવ્યો નથી. પણ ઓમિક્રોન કદાચ વિશ્વના મોટાભાગના દેશોમાં છે. ઓમિક્રોન અગાઉના કોઈપણ વેરિઅન્ટ સાથે જોયેલા વાયરસ કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઓમીક્રોન અગાઉના વેરિયંટ કરતા વધારે ઝડપથી ફેલાઈ રહ્યો છે. આવી ગતિ અગાઉ પહેલા કદી નથી જોવા મળી. ઓમીક્રોન સામે આવ્યા બાદ કેટલાક દેશે કોવિડ 19 સામે વેક્સીનેશનના બુસ્ટર ડોઝ આપવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે, ઘણા દેશ પાસે પુરતા પ્રમાણમાં ખાસ કોઈ બુસ્ટર ડોઝ નથી. WHOએ ચિંતા વ્યક્ત કરી છે કે આવો બૂસ્ટર પ્રોગ્રામ આ વર્ષની શરૂઆતમાં આપણે જોયેલા રસીના સંગ્રહનું પુનરાવર્તન કરશે. આનાથી અસમાનતા પણ થશે. એક વાત તે સ્પષ્ટ છે કે જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ, બૂસ્ટર ડોઝ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ખાસ કરીને એવા લોકો માટે કે જેઓ કોઈ ગંભીર બીમારીને કારણે મૃત્યુના ભય સામે લડી રહ્યા છે. WHO સંસ્થા એ બૂસ્ટર ડોઝના વિરોધમાં નથી. અમે અસમાનતાની વિરુદ્ધ છીએ. અમારી મુખ્ય ચિંતા દરેક જગ્યાએ જીવન બચાવવાની છે.

Omicron in India: 2 more test positive in Gujarat, total cases at 25. Read  here

સમગ્ર વિશ્વમાં ઓમીક્રોન કેસની સંખ્યામાં વધી રહી હોવાથી, અમે આશા રાખીએ છીએ કે હોસ્પિટલમાં એડમીટ થવાની સંખ્યા અને આ ચેપને કારણે જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થશે. WHOના રીપોર્ટ અનુસાર, ઓમીક્રોનને સંપૂર્ણ રીતે સમજવા માટે હજુ પણ વધુ માહિતીની જરૂર છે. જેથી વધુને વધુ લોકોને એલર્ટ કરી શકાય. જુદા જુદા દેશને અમારા COVID-19 ક્લિનિકલ ડેટા પ્લેટફોર્મ પર હોસ્પિટલમાં દાખલ દર્દીનો ડેટા શેર કરવા પ્રોત્સાહિત કરીએ છીએ. અગાઉ, WHOએ કહ્યું હતું કે ઓમીક્રોન વાયરસ મોટી અસર કરી શકે છે, પરંતુ નિશ્ચિતપણે કંઈપણ કહેવું અત્યારે ઘણું એડવાન્સ કહેવાશે. ભારતમાં બીજી વેવને ધ્યાને લેતા આ પ્રકાર વધુ ચેપી હોવાનું માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે, તે ત્રીજી વેવ માટે જવાબદાર બની શકે છે. ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં ઓમીક્રોનના કેટલાક પુષ્ટિ થયેલા કેસ નોંધાયા બાદ સરકાર કોવિડ-19 સામે બૂસ્ટર ડોઝ આપવા અભિયાન ચાલું કર્યું છે.

વિશ્વના જુદા જુદા દેશમાં તેમજ બાંગ્લાદેશમાં ઝડપથી ફેલાતા ઓમીક્રોનને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન શેખ હસીનાની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં સરકારે સંબંધિત વિભાગોને આદેશ આપી દીધા છે. વરિષ્ઠ નાગરિકો અને ફ્રન્ટલાઈનર્સને બીજા ડોઝના છ મહિના પછી બૂસ્ટર ડોઝ આપવામાં આવે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW