મુંબઈ, બુધવાર
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની છિછોરેની પ્રશંસા થઈ હતી. ભારતમાં આ ફિલ્મે દર્શકોના દિલ જીતી લીધા અને પડદા પર ધૂમ મચાવી. પરંતુ હવે ફેન્સ માટે એક સારા સમાચાર છે. કારણ કે ફિલ્મ છિછોરે હવે ચીનમાં પણ રિલીઝ થવા જઈ રહી છે. જેના કારણે ફિલ્મના કલાકારોની ખુશી ચરમસીમા પર છે. ભારતીય ફિલ્મ સમીક્ષક તરણ આર્દશે પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને આ માહિતી આપી છે.
તરણે લખ્યું #Xclusiv… ‘છિછોર’ હવે ચીનમાં રિલીઝ થવા જઈ રહી છે. #છિછોરે એવી ફિલ્મ જેણે લાખો લોકોના દિલ જીતી લીધા #BO – આ ફિલ્મ ચીનમાં 7 જાન્યુઆરી 2022ના રોજ રિલીઝ થશે. ફિલ્મની સમગ્ર કાસ્ટ માટે આ ખૂબ જ ગર્વની ક્ષણ છે. ફિલ્મ છિછોરે ભારતમાં 6 ડિસેમ્બર 2019ના રોજ રિલીઝ થઈ હતી. રિલીઝના પહેલા દિવસે 7 કરોડથી વધુની કમાણી કરી હતી અને બે અઠવાડિયા પછી 100 કરોડનો આંકડો પાર કરીને જંગી કમાણી કરી હતી. અને હવે 2 વર્ષ પછી આ ફિલ્મ ચીનમાં રીલિઝ થવા જઈ રહી છે. નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ઘણા પ્રતિભાશાળી કલાકારોએ ભૂમિકા ભજવી હતી.આ ફિલ્મ માટે નિતેશ તિવારી અને સાજિદ નડિયાદવાલાને શ્રેષ્ઠ હિન્દી ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. જેમાં નિતેશે રેડ કાર્પેટ પર બોલતા સ્વર્ગસ્થ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને એવોર્ડ સમર્પિત કર્યો હતો. કહ્યું કે સુશાંત આ ફિલ્મનો મહત્વનો ભાગ હતો. અને આમ જ રહેશે. અમને આ ટીમ પર ગર્વ છે જેને આજે એવોર્ડ મળ્યો છે અને સુશાંત પણ ચોક્કસ હશે. બીજી તરફ સાજિદ નડિયાદવાલાએ આ એવોર્ડ સુશાંત સિંહ રાજપૂતના નામે કર્યો હતો.

