HomeGujaratમાળીયાના નેશનલ હાઈવે પર ટેમ્પોમાંથી 4.27 લાખના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

માળીયાના નેશનલ હાઈવે પર ટેમ્પોમાંથી 4.27 લાખના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

માળિયા નેશનલ હાઈવે પર એક ટેમ્પો ચાલક વિદેશી દારૂની હેરાફેરીથતી હોવાની માળિયા મિયાણા પોલીસને બાતમી મળી હતી જેના આધારે વોચ ગોઠવી હતી દરમિયાન જીજે 36 ટી 5859 નંબરના અશોક લેલન્ડ ટેમ્પોમાંથી રૂ 4,27,500ની કીમતની 1140 બોટલ સાથે મહેન્દ્રનગર માવજીભાઈ મેરજાને ઝડપી લીધો હતો

પોલીસે સ્થળ પરથી રૂ 2 લાખનો ટેમ્પો,એક મોબાઈલ અને વિદેશી દારૂ મળી રૂ 6,29,500નો મુદામાલ જપ્ત કર્યો હતો આરોપીની પુછપરછ દરમિયાન હળવદના દેવળિયા ગામમાં રહેતા વિજય જયતિ અઘારાનું નામ ખુલ્યું હતું બનાવ અંગે માળિયા પોલીસે બન્ને શખ્સ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW