HomeGujaratહેડ ક્લાર્ક પેપરલીક : ઘર ફૂટે ઘર જાય, ગૌણ સેવા પસંદગી મંડળમાંથી...

હેડ ક્લાર્ક પેપરલીક : ઘર ફૂટે ઘર જાય, ગૌણ સેવા પસંદગી મંડળમાંથી ભેદી વ્યક્તિનો દોરી સંચાર 

ગાંધીનગર, બુધવાર

   ગૌણ સેવા પસંદગી મંડળનું હેડ ક્લાર્કનું પેપર લીક થવા મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પણ હજુ સુધી કોઈ મહત્વના પૂરાવા હાથ લાગ્યા નથી. સાબરકાંઠાના પ્રાંતિજના ઊંછા ફાર્મહાઉસમાં પેપર 12 લાખમાં વેચાયું હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરાયા બાદ પોલીસ હરકતમાં આવી છે પણ હજુ સુધી કોઈ પૂરાવા કબજે લાગ્યા નથી. ગૌણ સેવા મંડળમાંથી પેપર કઈ રીતે લીક થાય એ સમજી ન શકાય તેવી બાબત છે. ઘર ફૂટે ઘર જાય તેમ મંડળની કોઈ ભેદી વ્યક્તિ આ સમગ્ર કારનામા કરતો હોવાની શક્યતાને પણ નકારી શકાતી નથી. દર વખતે થાય છે તેમ ચેરમેન મને ફરિયાદ મળી નથી તેમ કહીને જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખે છે. પેપરલીકમાં માસ્ટર માઈન્ડ પકડાશે કે કેમ તેના ઉપર સૌ કોઈની નજર મંડાયેલી છે ત્યારે ગૌણ સેવા મંડળમાં કેવી લાલિયાવાડી ચાલી રહે છે તે જાેવા મળી રહ્યું છે. મંડળનું કામ છે કે, પેપર લીક થાય નહી અને તેના ગોપનિયતા જળવાય પણ અહીં તો પરીક્ષા શરૂ થાય તે પહેલા આગલી રાતે પેપર ફરતા થઈ જાય છે તે આશ્ચર્ય ઉપજાવે છે. આ પેપરકાંડમાં મંડળમાંથી જ કોઈ વ્યક્તિ દોરી સંચાર કરી રહી છે તે સ્પષ્ટ બની રહ્યું છે. 

  ગૌણ સેવા પસંદગી મંડળનું હેડ ક્લાર્કનું પેપર હિંમતનગરના ઊંછામાંથી લીક થયું હોવાના પુરાવા આપ પાર્ટીએ આપ્યા બાદ સાબરકાંઠાની પોલીસ દોડતી થઈ ચૂકી છે. જાે કે, ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા નીકળેલી પોલીસને હજુ કંઈ હાથ લાગ્યું નથી. પેપરલીક થયા બાદ ગૌણ સેવા મંડળની આબરૂને વધુ એક બટ્ટો લાગ્યો છે અને મંડળનું ગોપનિય પેપર કઈ રીતે લીક થઈ ગયું તે સામાન્ય માણસ સમજી શક્તો નથી. ભૂતકાળમાં થયેલા પેપરલીક પછી પણ મંડળે કોઈ જ બોધપાઠ લીધો નથી અને ફરી એકવાર પેપકલીક થયું છે ત્યારે ગૌણ સેવા સામે સવાલો ઊઠી રહ્યા છે. ગૌણ સેવા મંડળ અને વિવાદ જાણે કે એકબીજાના પર્યાય બની ચૂક્યા છે પણ મંડળમાં ચાલતા અંધેર વહીવટમાંથી કોઈ બોધપાઠ લેતું નથી. હેડ ક્લાર્ક પેપરલીક થયા બાદ પુરાવા પણ આપવામાં આવ્યા હોવા છતાં પણ ચેેરમેન અસિત વોરાએ બેશર્મથી કહ્યું હતું કે, મને હજુ આવી કોઈ ફરિયાદ મળી નથી. મંડળના ચેરમેન કે જેના માથે આ જવાબદારી આવે છે પણ તે જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા છે.

  ચૂસ્ત બંદોબસ્ત સાથે પેપર તૈયાર કરવામાં આવે છે અને તેની ગંધ સુદ્વા કોઈને આવતી નથી તો પછી પેપરલીક કઈ રીતે થઈ જાય છે તેના સવાલો અનુત્તર રહેવા પામ્યા છે. એવી આશંકા હવે મજબૂત બનતી જાય છે કે, મંડળમાંથી જ કોઈ વ્યક્તિનો દોરી સંચાર છે અને તે આ બધા કારનામા કરી રહી છે. એ વ્યક્તિ કોણ છે અને તેની પાછળ અન્ય કોણ કોણ લોકો સામેલ છે તે તપાસનો વિષય છે. પારદર્શક ભરતીના બણગાં ફૂંકનારા ગૌણ સેવા મંડળ સામે આંગળી ઊઠી રહી છે. મંડળના ચેરમેનથી લઈ ઊચ્ચ અધિકારીઓ ક્યાંથી પેપર લીક થયું તે શોધવામાં અંધારામાં ફાંફા મારી રહ્યા છે. પેપર આસમાનમાંથી લીક થઈ ગયું કે કોઈ જાદૂઈ શક્તિ આવીને પેપર લીક કરી ગઈ તે તપાસનો વિષય છે. રાજ્યભરમાં શિક્ષિત ઉમેદવારોમાં હાલ આ મામલે ભયંકર રોષ ફેલાયો છે અને તેઓ તટસ્થ તપાસ થાય તેવું ઈચ્છી રહ્યા છે. એવી પણ ચર્ચા છે કે, મંડળમાં કેટલાક અધિકારીઓથી લઈ કર્મચારીઓ પોતાની વગનો ઉપયોગ કરીને મોટા વહીવટો કરી રહ્યા છે અને પેપરલીક કરીને ખેલ પાડી રહ્યા છે. આવા તત્વો પોતાના ખિસ્સા ભરી રહ્યા છે અને હોંશિયાર ઉમેદવારોની કારકીર્દિ સાથે ચેંડા પણ કરી રહ્યા છે. પેપર લીકનું દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર આવે તેવું રાજ્યના ઉમેદવારો ઈચ્છી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW