HomeGujaratટ્રેડિશનલ યોગાસન, રિધેમેટિક યોગાસન, સ્પોર્ટ્સ આર્ટિસ્ટિક, સમૂહ અને સિંગલ યોગની રાષ્ટ્રીય સ્પર્ધા...

ટ્રેડિશનલ યોગાસન, રિધેમેટિક યોગાસન, સ્પોર્ટ્સ આર્ટિસ્ટિક, સમૂહ અને સિંગલ યોગની રાષ્ટ્રીય સ્પર્ધા અમદાવાદમાં યોજાશે

અમદાવાદ, બુધવાર

  ભારત સરકારના આયુષ અને રમતગમત મંત્રાલયની માન્યતાપ્રાપ્ત સંસ્થા નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા હવે આગામી તા. 17થી 19 ડિસેમ્બરના રોજ ત્રણ દિવસ સુધી સુધી યોગાસન સ્પોર્ટ્સ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધાનું આયોજન સૌ પ્રથમ વખત અમદાવાદમાં લકુલીશ યોગા યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું છે, જેમાં ટ્રેડિશનલ યોગાસન, રિધેમેટિક યોગાસન, સ્પોર્ટ્સ આર્ટિસ્ટિક, સમૂહ અને સિંગલ યોગ એમ કુલ મળીને પાંચ પ્રકારની સ્પર્ધા યોજાશે.

  યોગાસન સ્પોર્ટ્સ એસોસિયેશનના યજમાનપદે યોજાનારી આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં 26 રાજ્યોના યોગાસન સ્પોર્ટ્સ સ્પર્ધકો ભાગ લેશે. તા.18 ડિસેમ્બરના રોજ રાત્રે ગુજરાતની લોક કલા સંસ્કૃતિની વિવિધ કૃતિઓ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોરોનાની માર્ગદર્શિકાનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે. આ આયોજનમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે યોગાસન ફેડરેશનના મહેન્દ્રભાઇ ત્રિવેદી અને સંતોષભાઇ કામદારના માર્ગદર્શન હેઠળ આર.જે.જાડેજા , પ્રથમનસિંહ જાડેજા , નરેન્દ્રસિંહ જાડેજા , મુકેશભાઈ અરૂણભાઇ પટેલ વિ . જહેમત ઉઠાવી રહ્યાં છે. (તસવીર પ્રતિકાત્મક છે)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW