HomeGujaratગ્લોબલ ઓટોમોબાઇલ કંપની હોન્ડાએ 2 - વ્હીલર્સ માટેના એન્જિનનું ઉત્પાદન વિઠલાપુરમાં પ્રોડક્શન...

ગ્લોબલ ઓટોમોબાઇલ કંપની હોન્ડાએ 2 – વ્હીલર્સ માટેના એન્જિનનું ઉત્પાદન વિઠલાપુરમાં પ્રોડક્શન યુનિટમાં શરૂ કર્યું

અમદાવાદ,મંગળવાર

   ગ્લોબલ ઓટોમોબાઇલ કંપની હોન્ડાએ 2-વ્હીલર્સ માટેના એન્જિનનું ઉત્પાદન અમદાવાદના વિઠલાપુરમાં પ્રોડક્શન યુનિટમાં શરૂ કર્યું છે, એટલે કે હવે આ બધા દેશોમાં વેચતા હોન્ડાના 250cc અને એનાથી વધારે કેટેગરીના 2-વ્હીલર્સમાં ‘મેડ ઇન ગુજરાત’ એન્જિન લાગશે. અત્યારસુધી અહીં ભારતની જરૂરિયાત મુજબના એન્જિનનું ઉત્પાદન કરવામાં આવતું હતું. ભારતમાં હાલ હોન્ડા મોટર્સની સબસિડિયરી હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (HMSI) એન્જિન ઉત્પાદન કરે છે.

   એક વર્ષ કુલ 50,000 એન્જિન યુનિટનું ઉત્પાદન થશે અને આ ઉત્પાદનક્ષમતા બજારની માગની જરૂરિયાત મુજબ વધશે. રૂ. 135 કરોડથી વધારેના રોકાણ સાથે કંપની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એમ બંને બજારો માટે એના ગુજરાત પ્લાન્ટમાંથી મિડસાઇઝ ફન મોડલ એન્જિનનું ઉત્પાદન કરશે. ઉત્પાદનનાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણો ધરાવતાં ઉત્પાદનો બનાવવા આ નવી વિસ્તરણ સુવિધા HMSIને દુનિયા માટે ભારતમાં નિર્માણની અમારી દિશાને મજબૂત કરવાની ઉત્પાદનક્ષમતા વિકસાવવાની સુવિધા આપશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW