HomeNationalગોવા પહોંચેલા મમતા બેનર્જીએ પીએમ મોદી પર સાધ્યું નિશાન, કહ્યું - ચૂંટણી...

ગોવા પહોંચેલા મમતા બેનર્જીએ પીએમ મોદી પર સાધ્યું નિશાન, કહ્યું – ચૂંટણી આવતા જ લગાવે છે ગંગામાં ડૂબકી !

પણજી, મંગળવાર

   પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાની ગોવા મુલાકાત દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના નામને એક નવી સંજ્ઞા આપી છે. ગોવામાં એક સમારંભમાં મમતા બેનર્જીએ કહ્યુ છે કે ટીએમસીનો અર્થ ટેમ્પલ, મોસ્ક અને ચર્ચ એટલે કે મંદિર, મસ્જિદ અને ચર્ચ છે. મમતા બેનર્જીએ કહ્યું છે કે ટીએમસી હવે ભાજપનો વિકલ્પ છે.

   ભાજપ પર નિશાન સાધતા મમતા બેનર્જીએ કહ્યું છે કે ચૂંટણી સમયે તેઓ હિંદુ-મુસ્લિમ કરે છે અને ગંગામાં ડૂબકી લગાવે છે. ચૂંટણી બાદ લાશોને ગંગામાં ફેંકી દેવામાં આવે છે અને તે ગંગાને ભૂલી જાય છે. પછી તેમને ગંગાની યાદ આવતી નથી.

   મમતા બેનર્જી પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીથી જ ધાર્મિક એકતાની રાજનીતિ પર ભાર મૂકી રહ્યા છે. બંગાળ ચૂંટણી પ્રચાર દરમિયાન પણ મમતા બેનર્જીએ વારંવાર ખુદને અને પાર્ટીને ધર્મનિરપેક્ષ સાબિત કરવાની કોશિશ કરી હતી. તેના માટે મમતા બેનર્જીને સંતુલન બનાવવાની જરૂરત હતી, તો મમતા બેનર્જીએ નંદીગ્રામમાં મંદિરમાં દેવી-દેવતાઓની પૂજા અને સ્તુતિ પણ કરી હતી, કારણ કે આના પહેલા સુધી મમતા બેનર્જી અને ટીએમસી પર મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિનો આરોપ લાગતો રહ્યો છે. આ કારણ હતું કે મમતા બેનર્જી નંદીગ્રામની ચૂંટણી દરમિયાન કોઈપણ મસ્જિદમાં ગયા નહીં, પરંતુ નંદીગ્રામનું કોઈ એવું મંદિર ન હતું કે જ્યાં તેમણે પૂજા અને દર્શન કર્યા ન હતા.

   બંગાળની ચૂંટણીમાં મમતા બેનર્જીએ ભાજપની હિંદુત્વની રાજનીતિને ધર્મનિરપેક્ષની રાજનીતિથી સફળતાપૂર્વક સત્તાથી દૂર રાખી હતી. મમતા બેનર્જી હવે ચાહે ત્રિપુરા હોય કે ગોવા, દરેક ઠેકાણે ધર્મનિરપેક્ષતાની રાજનીતિ કરી રહ્યા છે. આ કારણ છે કે મમતા બેનર્જીએ હવે ટીએમસીનો અર્થ મંદિર, મસ્જિદ અને ચર્ચ ગણાવ્યો છે. મહત્વપૂર્ણ છે કે ભાજપ ટીએમસનો અર્થ ટોટલ કટ મની ગણાવતું રહ્યું છે. હજી પણ ભાજપે વ્યંગ કરતા કહ્યું છે કે ટીએમસી માત્ર કટ મની કલ્ચરમાં વિશ્વાસ ધરાવે છે. તો મમતા બેનર્જીએ પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું હતું કે આપણે અહીં ભાજપનો વિકલ્પ છીએ. આપણે પાછળ હટવાના નથી, જે અમારી સાથે આવવા માંગે છે તે આવે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW