HomeNationalભારત-પાકિસ્તાનના 1971 યુદ્ધમાં શોર્ય અને સાહસની કથા ભાગ- 9

ભારત-પાકિસ્તાનના 1971 યુદ્ધમાં શોર્ય અને સાહસની કથા ભાગ- 9

ભારતીય આર્મીએ પૂર્વ અને પશ્ચિમ છેડે પાકિસ્તાન પર ભારે પડી

યુદ્ધ શરુ થયું ત્યારે જ સંખ્યાની રીતે ભારતીય સૈન્ય પાકિસ્તાન કરતા ચઢિયાતું હતું પાકિસ્તાન પાસે અમેરિકાની મહેરબાનીથી કેટલાય હથીયાર આધુનિક હતા અને ભારતના સૈનિકો પાસે વારસામાં મળેલા હથીયાર ઉપરાંત રશિયન બનાવટના હથિયારોનો સહારો લીધો હતો. તેમ છતાં પાકિસ્તાન કરતા ભારતના લશ્કરને મજબુત માનવામાં આવતું હતું. યુદ્ધ શરુ થયું ત્યારે પાકિસ્તાનના સતાધીશો માનતા હતા કે અમેરિકાના આધુનિક શસ્ત્રોની મદદથી ભારતને હંફાવી દેશે પરંતુ યુદધના પ્રથમ દિવસથી બન્ને દેશની સેના વચ્ચેનો તફાવત સ્પષ્ટ દેખાવા લાગ્યો હતો.
પૂર્વના મોરચે તો ભારતીય લશ્કરે હાહાકાર મચાવી દીધો હતો અને શરુઆતથી જ પાકિસ્તાની સેના પર મનોવૈજ્ઞાનિક દબાણ વધારી દીધુ હતું. પશ્ચિમના મોરચે પણ પાકિસ્તાનના હાલ બુરા હતા 15 હજાર ચોરસ કિમી વિસ્તારમાં સેનાએ કબજો જમાવી પાકિસ્તાનનું નાક વાઢી નાખ્યું હતું.


ભારતના જવાનોએ પાકિસ્તાનના 8000 સૈનિકોને ઠાર કર્યા હતા અને તેનાથી ત્રણ ગણા એટલે લગભગ 25 હજાર જેટલા સૈનિકોને ઘાયલ કર્યા હતા. પાકિસ્તાનની હાર બાદ તપાસ પંચ નીમાયું હતી જેના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાન લશ્કરમાં સંકલનનો અભાવ હતો ભારતનું લશ્કર સંગઠિત હતું. પાકિસ્તાન નેવી આર્મી અને વાયુસેના વચ્ચે તાલમેલનો સદંતર અભાવ રહ્યો હતો.તપાસ પંચે દરેક મોરચે વધુને વધુ તાલીમની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. વોર એક્સપોર્ટ દ્વારા ભારતીય લશ્કરના પરફોર્મન્સને એક્સ્ટ્રા ઓર્ડીનરી કહીને નવાજ્યું હતું. યુધ્ધના 13માં દિવસે ભારતીય લશ્કરે પૂર્વના પાકિસ્તાનના પાટનગર ઢાકાને ચારે તરફથી ઘેરી લીધું હતું. અને 30 મીનીટમાં સરેન્ડર કરવાની તાકીદ કરી હતી બીજો કોઈ ઉપાય ન રહેતા પ્ય્ર્વ આર્મીના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ નીઆજી સહીત ૯૩ હજાર જ્વાનો એ આત્મસમર્પણ કર્યું હતું
બીજી તરફ પશ્ચિમ છેડા પર પણ રાજસ્થાનના લોનાવાલા ચેક પોસ્ટ પર મેજર કુલદીપસિંહ ચાન્દ્પુરી અને તેમની માત્ર 120 જવાનોની બટાલીયને 2000થી વધુ સૈનિકો 40થી વધુ ટેન્ક સાથે આવેલી પાકિસ્તાની સેનાનો હિમંત અને બહાદુરી પૂર્વક સામનો કરી પાકિસ્તાની સેનાની બટાલિયનોને ધૂળ ચાટતી કરી દીધી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW