HomeGujaratકેેટરીનાએ લગ્ન પહેલા મૂકી હતી વિકી સામે આ મોટી શરત,જાણો કઈ

કેેટરીનાએ લગ્ન પહેલા મૂકી હતી વિકી સામે આ મોટી શરત,જાણો કઈ

કેટરિના સાથે રિલેશનશિપમાં આવ્યાના 2 મહિના પછી જ વિકીને ખબર પડી કે કેટરિના એકમાત્ર એવી વ્યક્તિ છે જેની સાથે તે આખી જિંદગી વિતાવી શકે છે. લગ્ન બાદ હવે વિગત એવી સામે આવી છે કે, બંને કેટલાક સમયથી એકબીજા સાથે સમય પસાર કરી રહ્યા હતા. જોકે કેટરીના લગ્નને લઈને બહુ શ્યોર ન હતી. વિકી કૌશલ અને કેટરિના કૈફે તા. 9 ડીસેમ્બરે રાજસ્થાનના સવાઈ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં ભવ્ય લગ્ન કર્યા હતા. લગ્ન પછી, કપલે તેમના લગ્ન સમારોહની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે

જે હજી પણ જોરશોરથી વાયરલ થઈ રહી છે. વિકી કૌશલ માટે કેટરિનાને લગ્ન માટે મનાવવી બિલકુલ સરળ ન હતી. લગ્ન પહેલા કેટરીનાએ વિકી કૌશલ સામે રાખી હતી એક ખાસ શરત, જે જાણીને તમે પણ ચોંકી જશો. કેટરીના કૈફના એક નજીકના મિત્રએ એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીના લગ્ન સાથે જોડાયેલી એક મજાની વાત કહી છે. તેણે કહ્યું – આ બધું ખૂબ જ અચાનક થયું. નાકી મુલાકાત, ગેટુગેધર, રોમાંસ, લગ્ન. કેટરિના સાથે રિલેશનશિપમાં આવ્યાના 2 મહિના પછી જ વિકીને ખબર પડી કે કેટરિના એ જ વ્યક્તિ છે, જેના સાથે તે પોતાનું આખું જીવન પસાર કરી શકે છે. કેટરીના લગ્નને લઈને બહુ શ્યોર ન હતી. કેટરીના તેના પ્રથમ બ્રેકઅપના દર્દમાંથી બહાર આવી શકી ન હતી. તે વિકીને પ્રેમ કરતી હતી પરંતુ એને વધુ સમયની જરૂર હતી. જ્યાં સુધી અભિનેત્રીએ હા ન પાડી ત્યાં સુધી વિકી કેટરિનાને લગ્ન માટે સમજાવતો રહ્યો. પરંતુ અભિનેત્રીએ લગ્ન કરવા માટે વિકી સામે એક ખાસ શરત મૂકી હતી. કેટરિનાએ વિકીને કહ્યું કે તેણે તેની માતા, બહેનો અને આખા પરિવારને તે રીતે પ્રેમ કરવો જોઈએ જેવો તે તેમને પ્રેમ કરે છે.

વિકી કેટરિનાની બહેનો અને ભાઈ સાથે સારો સંબંધ ધરાવે છે. તેમની વચ્ચે સારી મિત્રતા રહી છે. આ જોઈને કેટરિના પણ ઘણી ખુશ છે. રિપોર્ટ અનુસાર કેટરીનાના ભાઈ-બહેન લગ્ન પહેલા વિકીને મળ્યા પણ નહોતા. પરંતુ હવે તેમની વચ્ચેના બોન્ડને જોઈને એવું લાગે છે કે તેઓ વર્ષોથી ડેટિંગ કરી રહ્યાં છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW