ગાંધીનગર,મંગળવાર
ગુજરાત રાજ્યમાં ઘાતક કોરોનાથી 10,099 નહી દોઢ વર્ષમા 22 હજારના મોતના કેસમાં વળતર ચૂકવાયુ. તો બીજી તરફ રૂપિયા 50,000ના વળતર માટે 38 હજાર અરજીઓ આવી હતી. કોરોનામાં મૃત્યુ પામનારા દર્દીઓના સ્વજનોને રૂ. 50 હજારના વળતરની યોજનાના કેસમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ નાગરથનાની ખંડપીઠે વધુ એક વાર ગુજરાત સરકારને આડે હાથ લીધી હતી. કારણ કે રાજ્ય સરકારે અગાઉ રાજ્યમાં કોરોનાથી 10,099 ના મોતનો દાવો કર્યો હતો.ત્યારે ગુજરાત સરકારે કોરોનાથી મૃત્યુઆંક અને કોરોના મૃતકોને સહાય અંગે સ્પષ્ટતા કરી છે. સરકારના પ્રવક્તા રાજેન્દ્ર ત્રિવેદી અને મનોજ અગ્રવાલે આ અંગે માહિતી આપી છે. કોરોના સંક્રમણથી થયેલા મોતનો આંકડો 10,099 પર પહોંચ્યો છે. તો બીજી તરફ રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં 19,964 લોકોને સહાય આપી હોવાની વાત કરી હતી.કોવિડ સહાય અને મૃત્યુઆંકમાં તફાવત હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે હવે સુપ્રિમ કોર્ટની ઝાટકણી બાદ રાજ્ય સરકારનું મહત્વનું નિવેદન આવ્યું છે. રાજ્ય સરકારના પ્રવક્તાએ આ અંગે સ્પષ્ટતા કરી છે.
રાજેન્દ્ર ત્રિવેદીએ આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જે તે સમયે 10,093 કોરોના મૃતક નોંધાયા હતા. તે સમયની વ્યાખ્યા પ્રમાણે 10,093 કોરોના મૃતક નોંધાયા હતા. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ કોરોના મૃતકની વ્યાખ્યા બદલાઈ. RT-PCR ટેસ્ટના એક મહિનામાં મૃત્યુ હોય તો પણ સહાય ચૂકવવી. ગુજરાતમાં 38 હજાર કોરોનાના મોતની અરજી આવી છે. 22 હજાર અરજીઓની પ્રોસેસ કરી સહાય ચૂકવાઈ છે. 22 હજાર મૃતકોના પરિવારજનોના ખાતામાં રૂપિયા જમા થઈ ગયા છે. અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતે સૌથી પહેલા સહાય ચૂકવી છે. હજી પણ અરજી આવશે તો પણ સહાય ચૂકવાશે. કુલ 38 હજાર અરજીઓ આવી છે.
રાજ્ય સરકારને SC એ આ યોજના વિશે પ્રચાર કરવા માટે વ્યાપક પ્રયાસો કરવા જણાવ્યું
સુપ્રીમ કોર્ટમાં આ આંકડાઓ આજે સબમિટ કરવામાં આવ્યાં હતાં જેમાં રાજ્ય સરકારને આ યોજના વિશે પ્રચાર કરવા માટે વ્યાપક પ્રયાસો કરવા જણાવ્યું હતું. જેથી સામાન્ય માણસ અને દૂરના ગામડાઓમાં રહેતા લોકો પણ તેના વિશે જાણી શકે.

