પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સોમવારે ઉત્તર પ્રદેશમાં કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ધાટન કરશે. કાશી વિશ્વનાથ કોરિડોરના લોકાર્પણ માટે આવી રહેલા પીએમ મોદીના સ્વાગત માટે બનારસની કળા અને સાંસ્કૃતિક વારસાને દર્શાવનારી વિશાળ વોલ પેન્ટિંગ તૈયાર કરવામાં આવી છે. કાશી વિશ્વનાથ મંદિર સ્થળની આજુબાજુ અનેક ઈમારતોને ડેકોરેશન કરાઈ છે. પીએમ મોદી વારાણસીના ઘાટો પર ગંગા આરતી કરશે.

વિશાળ પ્રોજેક્ટના પહેલા તબક્કામાં કુલ 23 ઈમારતોનું ઉદ્ધાટન કરવામાં આવશે. જેમાં તીર્થયાત્રીઓને સુવિધા કેન્દ્ર, વૈદિક કેન્દ્ર, મુમુક્ષુ ભવન, ભોગશાળા, સિટી મ્યુઝિયમ અને ફૂડ કોર્ટ સહિત અને સુવિધાઓ ભાવિકોને પ્રાપ્ય કરાશે. આ પ્રોજેક્ટ લગભગ પાંચ લાખ વર્ગ ફૂટના વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલો છે. જ્યારે પહેલા આ પરિસર લગભગ 3000 વર્ગફૂટ સુધી સિમિત હતું. કોવિડ-19 મહામારી છતાં પ્રોજેક્ટનું કામ સમયસર પૂરું કરાયું. લગભગ 339 કરોડ રૂપિયાના
ખર્ચે નિર્મિત કાશી વિશ્વનાથ કોરિડોર હાલ અનેક દીવાથી ઝગમગશે. પ્રાચિન મંદિરમાં પ્રાર્થના કર્યા બાદ પ્રધાનમંત્રી મોદી મહત્વકાંક્ષી કાશી વિશ્વનાથ કોરિડોરનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમની તૈયારી માટે રવિવારે મોડી રાત સુધી નિર્માણકર્મી પથ્થરો ચમકાવવામાં વ્યસ્ત રહ્યા. શ્રમિકોઓ મંદિર પરિસરને ખાસ કરીને ગેંદા ફૂલથી સજાવ્યું છે. અને કર્મચારી લલિતા ઘાટને તૈયાર કરવા માટે તમામ વ્યવસ્થા કરવામાં લાગ્યા. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખતા વારાણસીમાં સુરક્ષા ચુસ્ત કરાઈ છે.

23 ઈમારતોનું થશે ઉદ્ધાટન
PMO ના જણાવ્યાં મુજબ પ્રોજેક્ટના પહેલા તબક્કામાં 23 ઈમારતોનું ઉદ્ધાટન કરવામાં આવશે. આ ઈમારતો તીર્થયાત્રીઓને સુવિધા કેન્દ્ર, વૈદિક કેન્દ્ર, મુમુક્ષુ ભવન, ભોગશાળા, સિટી મ્યુઝિયમ અને ફૂડ કોર્ટ સહિત અને સુવિધાઓ પ્રદાન કરશે. આ પ્રોજેક્ટ લગભગ પાંચ લાખ વર્ગ ફૂટના વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલો છે. જ્યારે પહેલા આ પરિસર લગભગ 3000 વર્ગફૂટ સુધી સિમિત હતું. કોવિડ-19 મહામારી છતાં પ્રોજેક્ટનું કામ સમયસર પૂરું કરાયું. લગભગ 339 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત કાશી વિશ્વનાથ ધામના પહેલા તબક્કાનું ઉદ્ધાટન મુખ્ય કાર્યક્રમ હશે.
ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરાઇ છે. કાર્યક્રમને ધ્યાનમાં રાખતા વારાણસીમાં સુરક્ષા ચુસ્ત કરાઈ છે.

ઉત્સવનો માહોલ
‘દિવ્ય કાશી ભવ્ય કાશી’ નામના ઉદ્ઘાટન સમારોહને લઈને ઉત્સાહના કારણે રવિવારે ગોદૌલિયા ચોક પાસે રસ્તાઓ પર ‘શિવ બારાત’ કાઢવામાં આવી. વિસ્તારમાં અનેક હોટલ માલિકોએ પોતાની હોટલો રોશન કરી છે. એક હોટલ માલિકે કહ્યું કે, આ કાશી માટે ઐતિહાસિક ક્ષણ છે અને અમે ભાગ્યશાળી છીએ કે અમે તેનો હિસ્સો છીએ. મંદિર સ્થળ ઉપર પણ શ્રી કાશી વિશ્વનાથ મંદિર ન્યાસના કર્મચારી અને અન્ય કર્મી સોમવારનો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

ભાજપના પદાધિકારીઓએ જણાવ્યું કે પ્રધાનમંત્રી બે દિવસ વારાણસીમાં રોકાવવાના છે. પહેલા દિવસે તેઓ સૌથી પહેલા બાબા કાળ ભૈરવની દર્શન પૂજા કર્યા બાદ લલિતા ઘાટ પહોંચશે, ત્યાંથી બાબા વિશ્વનાથ ધામ પહોંચશે. કાર્યક્રમ બાદ તેઓ તમામ મુખ્યમંત્રીઓ અને ઉપમુખ્યમંત્રીઓ સાથે ગંગા આરતીમાં ભાગ લેશે. પોતાના પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી દેશભરમાંથી આવેલા મુખ્યમંત્રીઓ સાથે સંવાદ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી વારાણસીના ઉમરહા સ્થિત સ્વર્વેદ મંદિરના વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં ભાગ લેશે.

