મોરબી શહેરના નહેરુગેટ ચોક નજીક આવેલ ચોકસી બ્રધર્સ સામેની શેરીમાં દરિયાદેવ મંદિરની બાજુમાં આવેલ બંધ મકાન બહાર કચરાના ઢગમાં સવારના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી ગણતરીની મિનીટમાં આગે મોટુ સ્વરૂપ ધારણ કરી લેતા થોડીવાર માટે અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી બનાવ અંગે ફાયરની ટીમને જાણ કરતા મોરબી ફાયરની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી એ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.આગનો બનાવ ગંભીર ન હોવાથી કોઈ જાનહાની થઇ ન હતી.આગ ક્યાં કારણસર અળગી તે અંગે કોઈ સ્પસ્ટતા કરવામાં આવી નથી.

સાંકડી શેરીમાં પહોચવા ફાયર વિભાગને પરસેવો વળી ગયો
મોરબીના નેહરુગેટ ચોકથી દરબારગઢ વિસ્તાર જુના મોરબી શહેર તરીકે જાણીતું છે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં રહેણાંક વિસ્તાર છે જોકે અહી રાજાશાહી સમયના મકાન હોય તેમજ શેરી ગલીઓમાં દબાણ થઇ જવાને કારણે બાઈક લઈને લઈને નીકળવું પણ મુશ્કેલ બની જતું હોય છે આવા સમયે કોઈ આગની ઘટના બને તો ફાયરના વાહન અંદર જઈ શકતા નથી આજે બનેલી આગની ઘટનામાં પણ કઈક આવી સ્થિતિ સર્જાઈ હતી સાંકડી ગલીમાં ફાયરનું વાહન પસાર કરવામાં ડ્રાઈવરને પરસેવો છૂટી ગયો હતો અંતે વાહન દુર ઉભું રાખી આગપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

