HomeGujaratસોલા ઉમિયાધામની શિલાન્યાસ વિધિ સંપન્ન થતાં PM મોદીએ વિડિયો સંદેશ મારફતે શુભેચ્છા...

સોલા ઉમિયાધામની શિલાન્યાસ વિધિ સંપન્ન થતાં PM મોદીએ વિડિયો સંદેશ મારફતે શુભેચ્છા પાઠવી

અમદાવાદ,સોમવાર

   અમદાવાદના સોલા ઉમિયાધામ મંદિર શિલાન્યાસનો ત્રિ-દીવસીય ભવ્ય મહોત્સવ યોજાયો હતો. આ શિલાન્યાસ મહોત્સવના ત્રીજા દિવસે શિલાપૂજન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી હતી. તેમજ ઉમિયાધામ મંદિરના શિલાન્યાસ સમારોહ પ્રસંગે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું. અને જોરશોરથી શિલાન્યાસ વિધી સંપન્ન કરવામાં આવી હતી.PM નરેન્દ્ર મોદીએ કાર્યક્રમને લઇ વિડિયો સંદેશ મારફતે શુભેચ્છા પાઠવી. વૈદિક મંત્રોચ્ચાર સાથે 501 શિલાઓનું પુજન કરી પોથીઓ પધરાવી શીલાપુજન સંપન્ન કરાયું. આજથી મંદિરના નિર્માણ કાર્યનો શુભારંભ થશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા અને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી ઉપસ્થિત રહ્યા. કેબિનેટ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી, સુરેશ પટેલ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

  અમદાવાદના સોલા ખાતે ઉમિયાધામ મંદિરના શિલાન્યાસ સમારોહના બીજા દિવસ રવિવારે લક્ષચંડી યજ્ઞનું આયોજન કરાયું. લક્ષચંડી યજ્ઞકરીને શિલાન્યાસની ભૂમીને પવિત્ર કરવામાં આવી.. મુખ્ય યજમાન પદે બાબુભાઇ જમનાદાસ પટેલ હતા. હજારો લોકો લાભ લેશે. નવચંડી યજ્ઞ માટે વિશેષ રીતે યજ્ઞ શાળા તૈયાર કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, 51 કરોડ ‘શ્રી ઉમિયા શરણમ્ મમ’ મંત્ર લેખનની પોથી યાત્રા યોજાઈ હતી.

   આ ભવ્ય સોલા ઉમિયાધામ મંદિરની સાથે જ હોસ્ટેલ, આરોગ્ય ભવન, મલ્ટીપર્પઝ હોલનું પણ નિર્માણ કરાશે. 74 હજાર ચોરસ મીટરમાં જમીનમાં આકાર થઈ રહેલો સમગ્ર પ્રોજેક્ટ 1500 કરોડ રૂપિયામાં પૂર્ણ કરાશે. અત્યાર સુધીમાં 55 કરોડની રકમ દાન પેટે પ્રાપ્ત થઈ છે. ઉમિયાધામમાં 800 લોકો એક સાથે દર્શન કરી શકે તેવી વ્યવસ્થા હશે. આ ઉપરાંત 1200 વિદ્યાર્થીઓ રહી શકે તેવી હોસ્ટેલનું નિર્માણ કરાશે. જેમાં એક ભોજનશાળા હશે. તો 50 રૂમનું એક ગેસ્ટ હાઉસ તૈયાર કરાશે. આ મંદિર પરિસરમાં એક હજાર કાર એકસાથે પાર્ક થાય તેવું પાર્કિંગ બનાવવામાં આવશે. આ સાથે જ 101 પાટલા યજમાનોએ યજ્ઞમાં ભાગ લીધો. વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી. ભક્તો યજ્ઞની પરિક્રમા કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ખાસ રાજસ્થાની કારીગરો દ્વારા યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW