HomeGujaratરખડતા ઢોરના ત્રાસ અંગે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલનું ધ્યાન દોરશું : સી.આર.પાટીલ

રખડતા ઢોરના ત્રાસ અંગે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલનું ધ્યાન દોરશું : સી.આર.પાટીલ

અમદાવાદ,સોમવાર

   ગુજરાતમાં રખડતા ઢોરોનો ત્રાસ છે. જેને લઈને રાહદારીઓ અને વાહન ચાલકો પર ખતરો મંડાયેલો રહે છે. આવી જ એક ઘટના અમદાવાદના સરખેજ વિસ્તારમાં બની છે. જ્યાં વરઘોડામાં એક આંખલો ઘૂસી આવ્યો હતો. વરઘોડામાં આંખલો ઘૂસતા અફરાતફરી મચી ગઇ હતી. વરઘોડામાં આંખલો ઘુસતા જાનૈયાઓને અડફેટમાં લીધા હતા. ઘટના અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આવા બનાવો જીવલેણ હોય છે. તેઓ આ બનાવ અંગે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલનું ધ્યાન દોરશે. રખડતા પશુ મામલે નિરાકરણ આવે તે દિશામાં કામ કરીશું. ગ્રામ્ય વિસ્તારમાં રોજડા અને ખૂંટીયાનો ત્રાસ સામે આવ્યો છે.

   આ ઘટના અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આવા બનાવો જીવલેણ હોય છે. તેઓ આ બનાવ અંગે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલનું ધ્યાન દોરશે. શહેરમાં રખડતા ઢોરને પાંજરાપોળમાં પુરવા જણાવશે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ગામડાઓમાં પણ રોજડા અને ખૂંટીયાનો ત્રાસ હોય છે. એક વૃદ્ધાનું ખૂંટિયાએ શીંગડા મારતા મૃત્યુ નીપજયું હતું. શહેરોમાં ફેન્સીંગ કરીને એનજીઓની મદદથી ઢોરોને પુરવામાં આવશે.

   જૂનાગઢમાં બે દિવસ પહેલા જ ચાલીને જતી મહિલાઓ પર ગાયે હુમલો કર્યો હતો. જેમાં એક મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. આ મહિલા પર હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. તો આ પહેલા પણ જૂનાગઢમાં રખડતા ઢોરના હુમલાના અનેક કિસ્સા સામે આવ્યા છે. જોકે વાતો ખુબ મોટી-મોટી થાય છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ પણ અનેક વખત સત્તાધિશોને આ મુદ્દે ખખડાવી ચૂક્યા છે. આજે ફરી એક વખત અમદાવાદમાં આ મુદ્દે અધિકારીઓનો ઉધડો લીધો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW