મહેસાણા,સોમવાર
ઊંઝા ધારાસભ્ય આશાબેન પટેલની આજે અંતિમ યાત્રા નીકળશે,ગઈ કાલે તેઓનું અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ડેન્ગ્યૂની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું ડેન્ગ્યૂમાં મલ્ટી ઓર્ગન ફેલ થવાને કારણે આશાબેન પટેલનું અવસાન થયું હતું. ત્યારે આજે સિદ્ધપુરમાં આશાબેન પટેલની અંતિમવિધિ કરવામા આવશે. અંતિમવિધિ માટે સિદ્ધપુરના સરસ્વતી મુક્તિધામમાં જરુરી વ્યવસ્થાઓ પણ ઊભી કરવામા આવી છે.
આજે સવારે 8 વાગ્યે ઊંઝા APMC ખાતેથી તેમની અંતિમયાત્રા કઢાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ યાત્રા બરોડા બેંક, વિજય સોસાયટી, સજ્જન બેંક, ગોકુલધામ, ઉમિયા માતાજી ચોક, ઉમા સોસાયટી રોડ, વિશ્વકર્મા રોડ, ગાંધીચોક, ઊંઝા નગરપાલિકાથી અંડરબ્રિજ થઈ તેમના ગામ વિશોળ ખાતે લઇ જવાઇ હતી, ત્યાંથી અંતિમવિધિ પાર્થિવદેહને સિદ્ધપુર લઈ જવામાં આવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને બળવંત સિંહ સહિતના નેતાઓ સિદ્ધપુર પહોંચ્યા છે. ઊંઝા APMCમાં અંતિમ દર્શન માટે રખાયેલા પાર્થિવદેહનાં મોટી સંખ્યામાં લોકોએ અંતિમ દર્શન કર્યાં હતાં. જ્યારે આજે તેમની અંતિમ યાત્રા નિકળી હતી. આશાબેનના નિધનને લઇને સમગ્ર ઊંઝા શોકમય બન્યુ છે. આજે ઊંઝા અને વડનગરના વેપારીઓએ સ્વંભૂ બંધ પાળીને આશાબેનને શ્રદ્ધાજલિ અર્પણ કરી છે.

