દુબઈ, સોમવાર
શું ઈઝરાયલ અને ખાડી દેશો વચ્ચેના સંબંધો બહાલ થઈ રહ્યા છે અથવા આ ઈરાનને નહીં ઉભરવા દેવા માટેની ઈઝરાયલી વડાપ્રધાનની આયોજનબદ્ધ રણનીતિ છે. ઈઝરાયલના વડાપ્રધાન નેફ્ટાલી બેનેટ યુએઈની મુલાકાતે છે. ઈતિહાસમાં પહેલીવાર એવું થઈ રહ્યું છે કે જ્યારે કોઈ ઈઝરાયલની વડાપ્રધાન સંયુક્ત આરબ અમીરાત પહોંચ્યા છે. અહીં તેમનું જોરદાર સ્વાગત પણ કરાયું છે. આ દરમિયાન તેઓ દ્વિપક્ષીય વાટાઘાટોની સાથે યુએઈના શાસકની સાથે ઈરાન પર પણ વાતચીત કરશે. એક ઈઝરાયલી રાજદૂતે આના સંદર્ભે જાણકારી આપી છે. મહત્વપૂર્ણ છે કે ખાડી દેશો માટે ઈઝરાયલ હંમેશાથી અછૂત જેવું રહ્યું છે. પરંતુ નવા બનતા સમીકરણોએ આંતરરાષ્ટ્રીય સ્તરે તમામનું ધ્યાન ખેંચ્યું છે. આમ તો આની પાછળ અમેરિકા જ છે, જેણે ગત વર્ષ અબ્રાહમ સમજૂતી દ્વારા આ નવું સમીકરણ તૈયાર કર્યું છે.
ઈઝરાયલ અને ઈરાનની વચ્ચે કટ્ટર દુશ્મન છે. 2015માં ઈઝરાયલે વૈશ્વિક શક્તિઓ અને ઈરાનની વચ્ચેની પરમાણુ ડીલનો આકરો વિરોધ કર્યો હતો. માનવામાં આવે છે કે ઈરાનની સાથે વૈશ્વિક શક્તિઓ દ્વારા ન્યૂક્લિયર ડીલ શરૂ કરવાની કોશિશોએ ઈઝરાયલના માથા પર ચિંતાની રેખાઓ ખેંચી છે. એક અમેરિકન દળ પણ આ સપ્તાહે યુએઈની મુલાકાતે આવવાનું છે. માનવામાં આવે છે કે આ દરમિયાન તે યુએઈની બેંકોને ઈરાની પ્રતિબંધોનું પાલન નહીં કરવાની ચેતવણી આપે તેવી શક્યતા છે.
જો કે બેનેટની યાત્રાને બંને દેશો વચ્ચે સામાજીક અને આર્થિક સંબંધ સુધારવાની યાત્રાનું નામ આપવામાં આવ્યું છે. પરંતુ તેમ છતાં અબુધાબીમાં ઈઝરાયલી રાજદૂત આમિર હાયકે કહ્યુ છે કે બેનેટ અને અબુધાબીના ક્રાઉન પ્રિંસ શેખ મોહમ્મદ વચ્ચે ઈરાનનો મુદ્દો જરૂર ઉડશે. ઈઝરાયલી અખબાર હાયોમે અનામ અધિકારીઓને ટાંકીને લખ્યું છે કે એ વાતની પુરી આશા છે કે ઈઝરાયલના વડાપ્રધાન શેખ મોહમ્મદ સામે ઈરાનથી આયાતિત મિલિશિયા અને ડ્રોનની ચર્ચા જરૂર કરશે. જો કે હાયકે એમ પણ કહ્યુ છે કે ઈઝરાયલના વડાપ્રધાન અહીં માત્ર ઈરાનના મુદ્દા પર વાત કરવા માટે આવ્યા નથી.
ઈઝરાયલે ગત મહીને ખાડી દેશો સાથે ઈરાનની વિરુદ્ધ સંયુક્ત સુરક્ષા અભિયાન શરૂ કર્યું છે. હાયકે કહ્યુ છે કે યુએઈને મિલિટ્રી સામાન વેચવાની પ્રક્રિયા ચાલી રહી છે. જો કે ઈઝરાયલી ઈન્ડસ્ટ્રીના સૂત્રોનું કહેવું છે કે ઈઝારયલી એર ડિફેન્સ સિસ્ટમને લઈને હાલ વાત થવાની છે. હાયકે કહ્યુ છે કે ઈઝરાયલ નવા દોસ્તની સાથે સહયોગ માટે તૈયાર છે. અમે તેમને લાંબા સમયના સહયોગી તરીકે જોઈ રહ્યા છીએ. ઈઝરાયલી રાજદૂત પ્રમાણે, ઈઝરાયલ-યુએઈનો દ્વિપક્ષીય વ્યાપાર માત્ર 2021માં જ લગભગ 500 અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. 2020માં આ વ્યાપાર માત્ર 125 અબજ ડોલર હતો. ભવિષ્યમાં તેના વધુ તેજીથી વધવાની આશા છે.

