HomeGujaratસિદ્ધપુરના સરસ્વતી મુક્તિધામમાં આશાબેન પંચમહાભૂતમાં થયા વિલિન

સિદ્ધપુરના સરસ્વતી મુક્તિધામમાં આશાબેન પંચમહાભૂતમાં થયા વિલિન

મહેસાણા,સોમવાર

   ઊંઝાનાં ધારાસભ્ય આશાબેન પટેલનું રવિવારે અવસાન થતાં આજે સિદ્ધપુરમાં અંતિમવિધિ કરાઇ છે. આશાબેનના પાર્થિવદેહને ગતરાત્રે ઊંઝા APMCમાં રાખવામાં આવ્યો હતો. જ્યાંથી સવારે તેમના વતન વિશોળ ખાતે લઇ જવાયો હતો. ત્યાથી સિદ્ધપુરના સરસ્વતી મુક્તિધામમાં આશાબેનની અંતિમવિધિ તેમના ભાઇના હાથે પૂર્ણ કરાઇ છે.

  પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, બળવંતસિંહ, સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિતના નેતાઓ આશાબેનની અંતિમ વિધીમાં હાજર રહ્યા હતા.જ્યાં ભારત માતાકી જય, વંદે માતરમ અને આશાબેન તુમ અમર રહોના નારા લાગ્યા હતા. આશાબેનના ભાઇના હાથે તેમની અંતિમ વિધી પૂર્ણ કરાઇ છે. ઊંઝા APMCમાં અંતિમ દર્શન માટે રખાયેલા પાર્થિવદેહનાં મોટી સંખ્યામાં લોકોએ અંતિમ દર્શન કર્યાં હતાં. જ્યારે આજે તેમની અંતિમ યાત્રા નિકળી હતી. આશાબેનના નિધનને લઇને સમગ્ર ઊંઝા શોકમય બન્યુ છે. આજે ઊંઝા અને વડનગરના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળીને આશાબેનને શ્રદ્ધાજલિ અર્પણ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW