અમદાવાદ, રવિવાર
ઉસ્માનપુરા પાસે રિક્ષામાં બેસેલા પેસેન્જરને છરી બતાવી અને રોકડા રૂ.1.45 લાખ, લેપટોપ અને મોબાઇલ ફોન સહિતની વસ્તુઓ લૂંટી રિક્ષાચાલક અને તેના સાગરિતો ફરાર થઈ ગયો હતો. મૂળ રાજસ્થાનનો યુવક તેના ભાઈના લગ્નમાં પહેરવાના કપડા લેવા અમદાવાદ આવ્યો હતો અને તેના લગ્નમાં લઈ જવાના રૂપિયા અને બેગ લઈ ફરાર થઈ જતાં તેણે આ મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
રાજસ્થાનના પોખરણ તાલુકાના મદાસર ગામે નારાયણરામ પ્રજાપતિ તેના પરિવાર સાથે રહે છે અને પોતે ઇન્ટ્રીરીઅલ ડિઝાઇનિંગનું કામ કરી ગુજરાન ચલાવે છે. 6 ડિસેમ્બરના રોજ તેના ભાઈના લગ્ન હતા જેથી ત્રણ ડિસેમ્બરના રોજ ટ્રેનમાં બેસી અને તે અમદાવાદ આવ્યો હતો.ચાણક્યપુરી વિસ્તારમાં તેના ભાઈના લગ્નના કપડાં લેવાના હોવાથી તે રિક્ષામાં બેસી અને ચાણક્યપુરી જવા નીકળ્યો તો રિક્ષા ચાલક પાસે ભાડું નક્કી કર્યું હતું પરંતુ રિક્ષાચાલકે એવું કહ્યું હતું કે, એક ભાઈને ગોતા ઉતારવાના છે તેથી ત્યાં થઈ અને જશે બાદમાં રિક્ષાચાલક નારાયણ અને અન્ય પેસેન્જરને બેસાડી અને થતો હતો.દરમિયાનમાં તેઓ ઉસ્માનપુરા પંચશીલ પાસે રિક્ષા ઉભી રાખી અને પેસેન્જર તરીકે બેઠેલા વ્યક્તિએ નારાયણને છરી બતાવી અને તેની પાસે રહેલી લેપટોપ બેગ અને રોકડા રૂપિયા 1.45 લાખ લઈ લીધા હતા અને ચાલુ રિક્ષાએ નારાયણ ને ધક્કો મારીને નીચે પાડી દીધો હતો. અચાનક ત્યાંથી તેના સાગરિત સાથે ફરાર થઈ ગયો હતો નારાયણને તેના ભાઈના લગ્ન હોવાથી પોતે આ રાજસ્થાન જતો રહ્યો હતો. (તસ્વીર પ્રતિકાત્મક છે)

