HomeGujaratNorth Gujaratઅમદાવાદના 22 વર્ષના યુવાનનું ઓસ્ટ્રેલિયામાં રહસ્યમય મોત જાણો શુ છે સમગ્ર મામલો

અમદાવાદના 22 વર્ષના યુવાનનું ઓસ્ટ્રેલિયામાં રહસ્યમય મોત જાણો શુ છે સમગ્ર મામલો

અમદાવાદ, રવિવાર

  મૂળ માણસાના પડુસમાના અને અમદાવાદ રહેતા 22 વર્ષીય જય પટેલનું  ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં મોત થયું છે. જયનું શુક્રવારે મેલબોર્નમાં રહસ્યમય સંજોગોમાં મૃત્યું થયુ છે. મૃત્યુંનું કારણ જાણવા માટે સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે. યુવકના મૃતદેહને માદરે વતન પહોંચાડવા માટે ફાળો પણ એકઠો કરવામાં આવ્યો છે.

  મૃતક યુવક ગાંધીનગરના માણસાના પડુસમાનો વતની હતો. જય ભરત પટેલ તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે અભ્યાસ માટે ગયો હતો. ત્યારે શુક્રવારે બપોરે તેનું કોઈ તેનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજતા પોલીસે તે દિશામાં તપાસ કરી રહી છે.જય પટેલ 10 ડિસેમ્બરે, શુક્રવારે રાત્રે નોકરીથી પરત આવ્યા બાદ સૂઈ ગયો હતો. જય કેટલાય સમય સુધી ન ઊઠતાં તેની સાથે રહેતા અન્ય યુવકોએ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જે બાદ જયના મોત અંગેની જાણ કુબેરનગરમાં ભાર્ગવ સોસાયટીમાં રહેતા ભરત પટેલના પરિવારને કરી હતી. જોકે, આ સમાચાર સાંભળતાની સાથે જ પરિવાર પર જાણે દુખનો ડુંગર પડ્યો હતો. જે બાદ તેમના પરિવારના એક સભ્યને મેલબોર્ન મોકલાયા છે. જેઓ ભારતીય એમ્બેસીની મદદથી જયનો મૃતદેહ પરત લાવશે.

  યુવકના મૃતદેહને માદરે વતન પરત મોકલવા માટે કામગીરી ચાલી રહી છે. મૃતદેહને પરત મોકલવા માટે લોકો ફાળો એકઠો કરી રહ્યા છે. જયના મૃતદેહને વતન મોકલવા માટે તેના મિત્રો ‘ગો ફંડ મી’ વેબસાઇટ દ્વારા ભંડોળ ભેગું કર્યું છે. મીડિયામાં આવેલા સમાચાર પ્રમાણે, જયના મિત્રોએ માત્ર 45 મિનિટમાં જ ઓસ્ટ્રેસલિયાની ભારતીય કમ્યુનિટી પાસેથી 11 લાખ રુપિયા મેળવ્યા હતા. અત્યાર સુધીમાં 30 લાખ રુપિયા ભેગા થયા છે. સોમવારે મૃતક જય પટેલનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું સાચુ કારણ સામે આવશે.થોડા સમય પહેલા ઓસ્ટ્રેલિયામાં ભણવા ગયેલા એક ગુજરાતી વિદ્યાર્થીનુ મોત થયાના સામાચાર મળ્યા હતા. વલસાડના અબ્રામા વિસ્તારમાં રહેતો 25 વર્ષીય વિદ્યાર્થી ભાર્ગવનું ઓસ્ટ્રેલિયાના એલવુડ, મેલબોર્ન સિટીમાં ભયાનક કાર અકસ્માતમાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયુ હતુ. ભાર્ગેવ છેલ્લા ચાર વર્ષથી ઓસ્ટ્રેલિયામાં ભણતો હતો, અને ત્યાં માસ્ટર્સ ડિગ્રી પૂર્ણ કર્યા બાદ ટુંકમાં જ ઓસ્ટ્રેલિયાના પી.આર. માટે અરજી પણ કરવાનો હતો. ખાસ વાત છે કે, અકસ્માતમાં મોતને ભેટેલા યુવાન ભાગર્વ તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. તેના પરિવારમાં માતા, પિતા તથા નાની બહેન છે. ભાગર્વના પિતા મહેશભાઇ સોલંકી સોફ્ટવેર એન્જીનીયર છે અને તેઓ વલસાડ ખાતે આવેલી ઇકો પ્લાસ્ટ કંપનીમાં નોકરી કરે છે. (તસ્વીર પ્રતિકાત્મક છે)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW