HomeGujaratCentral Gujaratનકલી જીરું બનાવ લોકોના આરોગ્ય સાથે ચેડા કૌભાંડ આવ્યું સામે રૂ.84,800નો મુદામાલ...

નકલી જીરું બનાવ લોકોના આરોગ્ય સાથે ચેડા કૌભાંડ આવ્યું સામે રૂ.84,800નો મુદામાલ જપ્ત

મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આવેલ ગંગાપુરરોડ પર આવેલ ક્લિનિંગ ફેકટરીમાં ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા નકલી જીરું બનાવવામાં આવતું હોવાની બાતમી આધારે દરોડો પાડ્યો હતો અને નકલી જીરુંની ફેકટરી ચલાવતા બીનેશ રમેશ ભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો. આરોપી પોતાની ફેકટરીમાં વરિયાળીનું ભુસુ,ક્રીમ કલરનો પાવડર,ગોળની રસીનું મિશ્રણ કરી તડકામાં સુકવતા હતા બાદમાં તેનો જીરુનો આકાર અને કલર રાખી નકલી જીરું બનાવતા હતા. તંત્રના ધ્યાનમાં આવતા તેઓએ રૂ.84,800ની કિંમતનો 3200 કિલોગ્રામ જેટલો જીરુનો જથ્થો જપ્ત કર્યો હતો.અને તેના વિરુદ્ધ ગુન્હો.નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ખોરાક ઔષધ નિયમન વિભાગ દ્વારા નકલી જીરુના સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા.ઊંઝા ખાતે આ રીતે અચાનક પડેલા દરોડાના કારણે ગોરખધંધો કરતા તત્વોમાં ફફડાટ પ્રસરી ગયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW