ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ કદાચ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. પરંતુ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સથી લઈને ફેન્સ સુધી તે હંમેશા હેડલાઈન્સમાં રહે છે. ધોની તાજેતરમાં એક એડ શૂટ માટે મુંબઈના ગોરેગાંવમાં ફિલ્મ સિટી ગયો હતો.
આ દરમિયાન ધોનીએ બોલિવૂડ એક્ટર પંકજ ત્રિપાઠી સાથે ફોટો પડાવ્યો હતો. તસવીરમાં ધોની શાનદાર લુકમાં જોવા મળી રહ્યો છે અને તેની સાથે સીમંત લોહાની પણ જોવા મળી રહ્યો છે. સીમંત લોહાની, જેને ચિટ્ટુ ભૈયા તરીકે ઓળખવામાં આવે છે, તે ધોનીનો બાળપણનો મિત્ર છે. હવે આ હૃદય સ્પર્શી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.એમએસ ધોની છેલ્લે IPL 2021માં મેદાનમાં ઉતર્યો હતો. આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ ધોનીની કપ્તાનીમાં ચોથી વખત IPL ટ્રોફી પર કબજો કર્યો હતો. IPLની આગામી સિઝનમાં પણ ધોની ચેન્નાઈની પીળી જર્સીમાં રમતા જોવા મળશે. IPLની હરાજી પહેલા ધોનીને ચેન્નાઈએ 12 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો છે.
40 વર્ષીય ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ધોનીએ ભારત માટે 350 ODI, 98 T20 આંતરરાષ્ટ્રીય અને 90 ટેસ્ટ મેચમાં કુલ 17266 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 108 અડધી સદી અને 16 સદી ફટકારી હતી. ધોનીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા ત્રણ આઈસીસી ટાઈટલ જીતવામાં સફળ રહી હતી.પંકજ ત્રિપાઠીની વાત કરીએ તો નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી સ્નાતક થયા બાદ તે 2004માં મુંબઈ આવી ગયો હતો. તે વર્ષે તેણે ‘રન’ ફિલ્મમાં નાનકડો રોલ કર્યો હતો.

