ભાવનગર જિલ્લામાં એક તરફ કોરોના વેક્સિનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે અંદાજે 93 દિવસબાદ શહેરમાં કોરોનાના કારણે એક વૃદ્ધનું મોત નીપજ્યું છે. આ ઘટનાએ જિલ્લા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો કર્યો છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
ભાવનગર જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારો તથા શહેરી વિસ્તારોમાં કોરોના રસીકરણની કામગીરી પુરજોશમાં ચલાવવામાં આવી રહી છે. ત્યારે આજે જિલ્લાના ગારિયાધારમાં રહેતા 64 વર્ષના વૃદ્ધનું કોરોનાથી મોત નીપજ્યું હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે. વૃદ્ધે રસીનો એક ડોઝ લીધા બાદ પણ કોરોના સંક્રમિત થતા તેમને સારવાર માટે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

જો કે ત્યાં તેનું મોત નીપજતા આરોગ્ય વિભાગમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લામાં છેલ્લે 3 સપ્ટેમ્બરના રોજ કોરોના પોઝિટીવ દર્દીનું મોત નીપજ્યું હતું. ત્યારે આજે અંદાજે 93 દિવસ બાદ કોરોનાથી એક દર્દીનું મોત નીપજ્યું છે.

