HomeGujaratઊંઝાના ધારાસભ્ય ડો.આશા પટેલના મલ્ટીઓર્ગન ફેઈલ, લાઈફ સપોર્ટ સિસ્ટમ ઉપર રખાયા 

ઊંઝાના ધારાસભ્ય ડો.આશા પટેલના મલ્ટીઓર્ગન ફેઈલ, લાઈફ સપોર્ટ સિસ્ટમ ઉપર રખાયા 

ગાંધીનગર, શનિવાર

   ઊંઝાના ભાજપના ધારાસભ્ય ડો.આશા પટેલને ડેન્ગ્યૂ થયા બાદ તેમની તબિયત બગડી હતી અને તેથી વધુ સારવાર અર્થે અમદાવાદ એસ.જી.હાઈ-વે સ્થિત ઝાયડસ હોસ્પિટલ ખાસે ખસેડાયા હતા. ડેન્ગ્યૂના કારણે તેમના લીવરને નુકસાન થયું છે અને તેમની તબિયત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. ધારાસભ્યની સારવાર કરતા ડોક્ટરોએ કહ્યું કે, મલ્ટી ઓર્ગન ફેઈલ થયા છે અને હાલ તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ ઉપર રાખવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉમિયા ધામનો કાર્યક્રમ પૂરો કરીને ઝાયડસ પહોંચ્યા હતા અને ડો.આશા બેનના ખબર અંતર પૂછવાની સાથે તેમની સારવારમાં કોઈ કચાશ ન રહે તે માટે સૂચના પણ આપી હતી. પંચાયત મંત્રી બ્રિજેશ મેરઝા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમણે આશો બેનના સ્વજનો સાથે રહીને તેમના ખબર અંતર પૂછ્યા હતા. 

  ઊંઝાના ધારાસભ્ય ડો.આશાબેન પટેલને ડેન્ગ્યૂ થયા બાદ તેમની તબિયત લથડી હતી અને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જાે કે, તેમની તબિયતમાં કોઈ સુધારો ન આવતાં વધુ સારવાર માટે તેમણે અમદાવાદ સ્થિતિ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં તેમની સારવાર કરી રહેલા ડોક્ટરોએ કહ્યું કે, આશા બેનના લીવરને નુકસાન થયું છે અને તેમના મલ્ટી ઓર્ગન ફેઈલ થયા છે અને તેથી તેમણે લાઈફ સપોર્ટ સિસ્ટમ ઉપર રાખવામાં આવ્યા છે. ડો.આશાબેનની તબિયત ગંભીર હોવાના સમાચાર વાયુવેગે ફેલાતાં મુખ્યમંત્રીએ પણ ઉમિયાધામનો કાર્યક્રમ પૂરો કરીને હોસ્પિટલ પહોંચ્યા હતા અને આશાબેનના ખબર અંતર પૂછ્યા હતા. આશાબેન પટેલના સ્વજનોને પણ મુખ્યમંત્રી મળ્યા હતા અને ડોક્ટરોને સૂચના આપી હતી કે, સારવારમાં કોઈ કચાશ રહે નહી. બાદમાં બ્રિજેશ મેરઝા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમણે કહ્યું હતું કે, ભગવાનને પ્રાર્થના કરીએ કે તેઓ ઝડપથી સ્વસ્થ જઈ જાય. ડોક્ટરોએ હાલ તેમણે વેન્ટિલેટર ઉપર રાખ્યા છે. ડો.આશા બેન પટેલની તબિયતના સમાચાર સાંભળીને તેમના મત વિસ્તાર ઊંઝામાં પણ લોકોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો. સ્થાનિક ભાજપના નેતાઓ પણ મોટી સંખ્યામાં હોસ્પિટલ ઉમટી પડ્યા હતા અને આશાબેન પટેલ ઝડપથી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના પણ કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW