HomeGujaratમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલે સાબરકાંઠામાં મહિલાઓના પગ ધોઈને સન્માન કર્યુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલે સાબરકાંઠામાં મહિલાઓના પગ ધોઈને સન્માન કર્યુ

સાબરકાંઠા, શુક્રવાર

   સાબરકાંઠાના હિંમતનગરમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષનું સરાહનીય પગલું જોવા મળ્યું હતું, અનુસૂચિત સમાજના લોકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું જેમાં મુખ્યમંત્રીએ જાહેર મંચ પરથી ચરણવંદના કરી હતી.

   હિંમતનગરમાં સ્વામીનારાયણ મંદિરમાં કાર્યક્રમ યોજાયો હતો. હિંમતનગરમાં આજે નાર્યસ્તુ વંદના કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. સ્વામીનારાયણ મંદિર ખાતે યોજાયેલ ગંગા સ્વરૂપ મહિલાઓના નાર્યસ્તુ વંદના કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યપ્રધાને ત્યાર બાદ અનુસુચિત મહિલાઓના સન્માન કાર્યક્રમમાં ટાઉનહોલ ખાતે હાજરી આપી હતી. જ્યા તેમણે સૌથી પહેલ અનુસૂચિત જાતિની મહિલાઓના પગ ધોઈને તેમના પૂજન-અર્ચન કરી સન્માન કર્યું હતું.

   કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે અનુસૂચિત સમાજની મહિલાઓના ચરણસ્પર્શ કર્યા હતા. મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, નેતાઓની હાજરી વચ્ચે CM અને પ્રદેશ અધ્યક્ષે ચરણસ્પર્શ કર્યા હતા.અનુસૂચિત મહિલા સન્માન સમારોહમાં સીઆર પાટીલે સંબોધન દરમિયાન જણાવ્યું કે મહિલાને હવે સાચું સન્માન મળ્યું છે. પહેલા કરતા હવે જરૂર ફરક આવ્યો છે દરેક સમાજની સાથે ખભે ખભો મિલાવી ચાલીએ છીએ, રોહિત

સમાજમાંથી આવતા મહિલા આજે મંત્રી છે તેમને મહત્વની જવાબદારી પણ આપી છે. દેશમાં પણ આવી જ સ્થિતિ છે હોવાનું સીઆર પાટીલે જણાવ્યું હતું.
   ગુજરાતમાં જાતિ વિષયક પુછતા નથી.સી.આર.પાટીલે કહ્યું કે ફોટા પાડવાના બંધ કરો.રસોડામાં પત્નીને મદદ કરો.અને ગીફ્ટ આપો,આવુ કરવાથી સમાજ પાછો નહિ પડે.પાટીલે વધુમાં કહ્યું કે જવાબદાર લોકો આગેવાની લે, તો જ પાર્ટીની સિસ્ટમમાં મજબૂતી આવશે, મહત્વનું છે કે અગાઉ PM મોદીએ પણ અનુસૂચિત સમાજના પગ ધોયા હતા તેને યાદ કરતા પાટીલે કહ્યું કે દેશના પ્રધાનમંત્રી આવુ કામ કરનાર પ્રથમ છે જેમણે અનુસૂચિત સમાજના પગ ધોયા હતા. મહત્વનું છે કે આજે CM અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે જાહેર મંચ ઉપર અનુસૂચિત સમાજની મહિલાઓના પગ ધોઇને ચરણસ્પર્શ કર્યા છે સીએમ ટુંક સમયમાં પાંચ પરીવાઓ ને જમણ માટે બોલાવશે તેવું પણ પાટીલે જણાવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW