HomeNationalInter Nationalબોસથી નારાજ થયેલી મહિલા કર્મચારીએ ભર્યું ખૌફનાક પગલું

બોસથી નારાજ થયેલી મહિલા કર્મચારીએ ભર્યું ખૌફનાક પગલું

થાઈલેન્ડમાં પોતાના બોસથી નારાજ મહિલા કર્મચારીએ તેલનો ગોદામ ઉડાવી દીધો હતો. આ ગોદામમાં એક સમયે તે ત્યાં કામ કરી રહી હતી. તેમણે લાઈટરની મદદથી એક કાગળનો ટુકડો સળગાવ્યો હતો. પછી તે ફ્યૂલ કન્ટેનર પર ફેંકી દીધો હતો. જેના કારણે પ્રપાકોર્ન ઓઈલ ગોદામમાં આગ લાગી ગઈ હતી. આ ઘટનાને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. રીપોર્ટ અનુસાર 38 વર્ષની આરોપી મહિલા કર્મચારીનું નામ એન શ્રીયા છે. જેણે તેલના એક ગોદામને આગચંપી કરી હતી.

આવું કરવા પાછળનું કારણ એ છે કે, તે પોતાના બોસની ફરિયાદથી અને સતત સ્ટ્રેટ ઊભો કરવામાં આવતા તે કંટાળી ગઈ હતી. મહિલા કર્મચારીએ પગેલા કાગળના ટુકડાને સળગાવી પછી એ ફ્યૂલ ટેન્કર પર ફેંકી દીધો. જેના કારણે નાખોન પાથોમ પ્રાંતમાં આવેલા એક ઓઈલના ગોદામમાં આગ લાગી ગઈ હતી. આગની જ્વાળા અને ધુમાડાંના ગોટા જોઈને એકાએક નાસભાગ મચી ગઈ હતી. ગોદામ સાઈટ પર સર્વત્ર ધુમાડો જોવા મળી રહ્યો હતો. 40 થી વધારે ફાયરફાઈટર્સ આગ ઠારવા માટે દોડી ગયા હતા. આગ પર કાબુ મેળવવા માટે ફાયરની ટીમને ચાર કલાકનો સમય લાગ્યો હતો. એવું પણ જાણવા મળ્યું છે કે, કન્ટેનરમાં હજારો ગેલન ઓઈલ હતું. આ ઘટના બનવાને કારણે કંપનીને આશરે રૂ.9 કરોડનું મોટું નુકસાન થયું છે. તા.29 નવેમ્બરના રોજ આ ઘટના બની હતી. એ પછી મહિલા કર્મચારી પર કાયદેસરના પગલાં લેવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર હાલ તો એન શ્રીયાની ધરપકડ કરી લેવામાં આવી છે. તેણે પણ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. આરોપી મહિલાએ એવો પણ દાવો કર્યો છે કે, એનો બોસ કામને લઈને એને ખૂબ જ પરેશાન કરતો હતો. બોસથી કંટાળી જઈને મહિલાએ આ પગલું ભર્યું છે.

ગોદામમાં લાગેગી આગથી આસપાસના રહેણાંક વિસ્તારને પણ માઠી અસર થઈ છે. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પણ માલિકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પોલીસ કંપનીના માલિકની પણ પૂછપરછ કરી રહી છે. ગોદામ માલિકે કહ્યું કે, મહિલા કર્મચારી છેલ્લા 9 વર્ષથી અહીં કામ કરી રહી હતી. પણ તે આવું ભયાનક પગલું ભરશે એવું તો કોઈએ વિચાર્યું પણ ન હતું. આનાથી કંપનીને ખૂબ જ નુકસાન થયું છે. ઘણો ખરો માલ બળીને ખાખ થઈ ગયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW