ભારતીય ક્રિકેટ ટીમના કોચ પદેથી રવિ શાસ્ત્રીએ થોડા મહિના પહેલા જ પોતાને દૂર કરી દીધા હતા. છેલ્લે વિશ્વકપ T20માં અંતિમ વખત કોચ પદે જોવા મળ્યા હતા. હવે શાસ્ત્રીએ આ પદેથી દૂર થઈને મોટો ધડકો કર્યો છે. તેમણે કહ્યું કે, ભારતીય ક્રિકેટ બોર્ડમાં કેટલાક લોકો એવા હતા તે ઈચ્છ ન હતા કે હું કોચ બનુ. વર્ષ 2017માં ચેમ્પિયન ટ્રોફી બાદ શાસ્ત્રીને અનિલ કુંબલેના સ્થાને ભારતીય ક્રિકેટ ટીમના કોચ પદે નિયુક્ત કરાયા હતા.

શાસ્ત્રીએ એવું પણ કહ્યું હતું કે, BCCIમાં કેટલાક લોકોએ એવા પણ પ્રયાસ કર્યા હતા જેના કારણે મને આ મોટી જવાબદારી ન મળે. ડંકન ફ્લેચરના પદ બાદ અનિલ કુંબલેને ભારતીય ક્રિકેટ ટીમના કોચ પદે નિયુક્ત કરાયા હતા. જોકે, આ રેસમાં એ સમયે રવિ શાસ્ત્રી પણ સામિલ હતા. એ સમયે કુંબલેને પણ શાસ્ત્રી કરતાં વધુ પસંદ કરવામાં આવ્યા હતા. વિરાટ કોહલી સાથે વિવાદ બાદ કુંબલેએ વર્ષ 2017માં ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલના બે દિવસ બાદ કોચ પદેથી રાજીનામું આપી દીધું હતું. કુંબલેના રાજીનામા બાદ રવિ શાસ્ત્રીને કોચ પદે નિયુક્ત કરાયા હતા. શાસ્ત્રીએ કહ્યું કે, મારા બીજા કાર્યકાળ દરમિયાન એક મોટો વિવાદ ઊભો થયો હતો. એ સમયે એ લોકોએ બીજા કોઈ વ્યક્તિને પસંદ કર્યો હતો. પણ 9 મહિના બાદ તેને બીજી વખત મારી પાસે આવવું પડ્યું હતું. આ એ લોકો માટે પણ શરમજનક વાત હતી. જેઓ મને આ પદ માટેની કોઈ જવાબદારી ન મળે એવા પ્રયાસ કરી રહ્યા હતા. રવિ શાસ્ત્રી ભારતીય ક્રિકેટ ટીમના કોચ બને એ પહેલા પણ ડાયરેક્ટર તરીકે જોડાયા હતા.
કોચ તરીકે જ્યારે શાસ્ત્રી હતા એ સમયે ભારતીય ક્રિકેટ ટીમે ટેસ્ટ ફોર્મેટમાં શાનદાર પર્ફોમ કર્યું છે. આ દરમિયાન ભારતીય ટીમ સતત બે વખત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝ જીતી હતી. આ વર્ષે ઈંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ મેચમાં પણ 2-1થી ભારતીય ક્રિકેટ ટીમ આગળ રહી હતી. આ સિવાય ભારતીય ટીમ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઈનલમાં પણ રમવા માટે ઊતરી હતી. પણ અંતે હાર સ્વીકારવી પડી હતી. T20 વિશ્વકપ બાદ ટીમ ટીમ ઈન્ડિયાના શ્રેષ્ટ બેટ્સમેન રાહુલ દ્રાવિડને કોચ તરીકેની જવાબદારી આપવામાં આવી છે. નવા કોચ રાહુલ દ્રવિડના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમ પોતાની પહેલી ફોરેન ટુર કરવા જઈ રહી છે.

