HomeGujaratકોરોનાના સંકટ છતાં આ વર્ષે ટોચની 500 કંપનીઓના વેલ્યુએશનમાં 69 ટકાની શાનદાર...

કોરોનાના સંકટ છતાં આ વર્ષે ટોચની 500 કંપનીઓના વેલ્યુએશનમાં 69 ટકાની શાનદાર બઢત

નવી દિલ્હી, શુક્રવાર

   કોરોનાનું સંકટ ભલે નાના કારોબારીઓ અને સામાન્ય લોકોના જીવનને તબાહ કરી રહ્યું હોય, દેશના અમીરો અને મોટી કંપનીઓની તો આ સમયગાળામાં ચાંદી રહી હતી. કોરોના સંકટ છતાં આ વર્ષ એટલે કે 2021માં ભારતની ટોચની 500 કંપનીઓના વેલ્યૂએશનમાં 69 ટકાની શાનદાર બઢત થઈ છે.

   બુરગેન્ડી પ્રાઈવેટ હારુન ઈન્ડિયા લિસ્ટ પ્રમાણે, દેશની ટોચની 500 કંપનીઓની કુલ નેટવર્થ વધીને 228 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જે દેશની જીડીપીથી પણ વધારે છે. આ વર્ષે 200 એવી કંપનીઓ છે, જેમનું વેલ્યુએશન ડબલ થઈ ચુક્યું છે. આ આંકડો 30 ઓક્ટોબર, 2021 સુધીનો છે.

   આ યાદીમાં દેશ અને એશિયાના સૌથી અમીર કારોબારી મુકેશ અંબાણીના નેતૃત્વવાળી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સૌથી આગળ છે, તેનું વેલ્યુએશન 16.7 લાખ કરોડ રૂપિયા થઈ ચુક્યું છે. તેના પછી ટાટા કંસલ્ટેન્સી સર્વિસિસ 13.1 લાખ કરોડ રૂપિયા અને એચડીએફસી 9.1 લાખ કરોડ રૂપિયા સાથે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ-19ના વર્ષમાં પણ આ કંપનીઓના વેલ્યુએશનમાં ઘટાડો આવ્યો નથી. સેન્સેક્સ અને નિફ્ટીમાં 50 ટકાથી વધુની બઢત થઈ છે, જ્યારે એસ એન્ડ પી બીએસઈ 500 કંપનીઓના વેલ્યૂએશનમાં 69 ટકાનો વધારો થયો છે. દેશની જીડીપીના 37 ટકા જેટલું વેલ્યુએશન તો માત્ર ટોપ-10 કંપનીઓનું થઈ ગયું છે. આ કંપનીઓનું વેલ્યુએશન 47 ટકા વધીને 72.7 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.

   આ યાદી પ્રમાણે, રિલાયન્સના વેલ્યુએશનમાં 28 ટકા, ટીસીએસના વેલ્યુએશનમાં 31 ટકા અને એચડીએફસી બેંકના વેલ્યુએશનમાં 39 ટકાની બઢત થઈ છે. એટલું જ નહીં આઈસીઆઈસીઆઈ બેન્કના વેલ્યુએશનમાં 99 ટકા,બજાજ ફાયનાન્સના વેલ્યુએશનમાં 116 ટકા અને વિપ્રોના વેલ્યુએશનમાં 89 ટકાની શાનદાર બઢત થઈ છે અનલિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધારે 1.8 લાખ કરોડ રૂપિયાનું વેલ્યુએશન કોવિશીલ્ડ વેક્સિન બનાવનારી કંપની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાનું છે. આનાથી સ્પષ્ટ છે કે આ કંપનીનેવેક્સિન બનાવવાનો ઘણો ફાયદો મળ્યો છે. આ વર્ષે પુણે ખાતેની આ કંપનીના વેલ્યુએશનમાં 127 ટકાનો ઉછાળો આવ્યો છે.

   ટોપ-500ના લિસ્ટમાં સૌથી વધુ 167 કંપનીઓ મુંબઈની છે, તેના પછી 52 કંપનીઓ બેંગાલુરુની અને 38 કંપનીઓ ચેન્નઈની છે. આમા સૌથી વધારે 77 કંપનીઓ ફાયનાન્શિયલ સેક્ટરની છે અને તેના પછી 64 કંપનીઓ હેલ્થકેર સેક્ટરની છે. આ ટોપ-500 કંપનીઓનું કુલ વેચાણ 58 લાખ કરોડ રૂપિયાનું રહ્યું છે. તે દેશની જીડીપીના 26 ટકા જેટલું છે. તેમણે 69 લાખ લોકોને નોકરીઓ આપી છે, જે કુલ વર્કફોર્સના માત્ર 1.5 ટકા છે. આ યાદીમાં જાહેરક્ષેત્રની કંપનીઓ સામેલ નથી. એટલે કે આ માત્ર ખાનગી કંપનીઓની યાદી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW