HomeGujaratગુજરાતમાં ઓમિક્રોન અંગે રાહતના સમાચાર : વિદેશથી આવેલા પ્રવાસીઓમાં ઓમિક્રોન વેરિયન્ટ નહિ હોવાની...

ગુજરાતમાં ઓમિક્રોન અંગે રાહતના સમાચાર : વિદેશથી આવેલા પ્રવાસીઓમાં ઓમિક્રોન વેરિયન્ટ નહિ હોવાની પુષ્ટિ થઈ

વડોદરા, શુક્રવાર

       ગુજરાતમાં ઓમીક્રોન અંગે રાહતના સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગર તથા વડોદરામાં વિદેશથી આવેલા પ્રવાસીઓમાં ઓમિક્રોન વેરિયન્ટ નહિ હોવાની પુષ્ટિ થઈ છે. આ ત્રણેય મુસાફરો હાઈરિસ્ક દેશોમાંથી ગુજરાતમાં આવ્યા હતા. તેમનો RTPCR ટેસ્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જો કે તમામની તબિયત સ્થિર છે. હાઈરિસ્ક દેશોમાંથી આવેલા 3 વ્યક્તિના સેમ્પલ ઓમિક્રોન ટેસ્ટિંગ માટે પૂણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે તેમના ટેસ્ટ નેગેટિવ આવતા હાલ ગુજરાતમાં એક જ કેસ પોઝિટિવ છે. જામનગરમાં જે વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ છે તેમના પરિવારના 2 સભ્યોના આવતીકાલે રિપોર્ટ આવશે.

       ઓમિક્રોન વેરિયન્ટને પગલે અમદાવાદના SVPI એરપોર્ટ પર તકેદારીના ભાગરૂપે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. હાઈરિસ્ક કેટેગરીના દેશોમાંથી ઇન્ટરનેશનલ ટર્મિનલ પર આવતા મુસાફરોના RT-PCR ટેસ્ટ માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે અને ફરજીયાત કોરોના ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે. એટલુ જ નહિ, પણ જ્યાં સુધી મુસાફરોનો RT-PCR રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી મુસાફરોને એરપોર્ટની અંદર રાખવામાં આવે છે. મહત્વનું છે કે હાઈ રિસ્ક દેશોમાની લંડનથી આવતી ફ્લાઈટ સપ્તાહમાં માત્ર બે ફ્લાઇટ આવે છે. જોકે ઇન્ટરનેશનલ એરપોટ પર એક દિવસમાં 3 હજાર RT-PCR કરી શકવાની વ્યવસ્થા એરપોર્ટ દ્વારા કરાઈ છે. જેમાં ₹ 400 માં RT PCR રિપોર્ટ 8 થી 10 કલાકમાં આવે છે. અને એક કલાકમાં રિપોર્ટ આવે તે રેપિડ RTPCR ટેસ્ટનો ખર્ચ 2700 પેસેન્જરે ચૂકવવાનો રહે છે. સાથો સાથ આ તમામ એન્ટ્રી એક્ઝીટ પોઈન્ટ માટે સિવિલ એવિએશન દ્વારા 250 થી વધુ પેસેન્જરની બેઠક વ્યવસ્થા SOP મુજબ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW