મુંબઈ, ગુરુવાર
શેરબજારમાં આજે સતત ત્રીજા દિવસે બઢત જોવા મળી છે. જો કે આજની તેજી ગત બે દિવસના મુકાબલે મર્યાદીત રહી. આજે કારોબાર દરમિયાન ઉતાર-ચઢાવ પણ બનેલો રહ્યો. બપોરના કારોબારમાં યુરોપિયન બજારમાં મળેલા સંકેતો બાદ બજાર બઢત સાથે બંધ થવામાં કામિયાબ રહ્યું હતું. આજના કારોબારમાં મીડિયા અને એફએમસીજી સેક્ટરમાં તેજી જોવા મળી અને બેન્કિંગ સ્ટોક્સમાં દબાણ જોવા મળ્યું છે.
શેરબજારની શરૂઆત ગુરુવારે બઢતની સાથે થઈ. દિવસભરમાં કારાબોર દરમિયાન શેરબજારમાં ખૂબ નફાવસૂલી ચાલી. તેનાથી શેરબજારમાં આખો દિવસ ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો. કારોબારમાં બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી બંનેમાં તેજીનું વલણ જોવા મળ્યું અને બંને સૂચકાંક તેજી સાથે બંધ થયા. સેન્સેક્સ 157 અંકથી વધુ અને નિફ્ટી 47 અંક વધીને બંધ થયો હતો. બુધવારે સેન્સેક્સ 1016.03 અંકના ઉછાળા સાથે 58649.68 અંક પર બંધ થયો હતો. ગુરુવારે કારોબારની શરૂઆતમાં સેન્સેક્સમાં 200 અંક જેટલો ઉછાળો જોવા મળ્યો હતો. પરંતુ સવારના કારોબારમાં ઝડપથી ઘટાડો જોવા મળ્યો અને બાદમાં બજારમાં ઉતાર-ચઢાવની સ્થિતિ રહી હતી. રોકાણકારોની નફાવસૂલીને કારણે આમા 58340.85 અંકના નીચલા સ્તરને સ્પર્શ કર્યો અને બપોર બાદ કારોબાર થોડો રિકવર થયો હતો અને સેન્સેક્સે 58889.96 અંકના ઉચ્ચસ્તરને સ્પર્શ કર્યો. કારોબારના આખરમાં તે 157.45 અંકની મજબૂતાય સાથે 58807.13 અંક પર બંધ થયો.
ગુરુવારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ઘણી વાર ગગડયો. સવારે કારોબારમાં તેજી સાથે પ્રારંભ બાદ તેમા ઘટાડો થવાનું શરૂ થયું અને લગભગ બપોરના કારોબારી સત્ર સુધી તે રેડ ઝોનમાં બનેલો રહ્યો. તેના પછી નિફ્ટીએ ગ્રીન ઝોનમાં જવાની શરૂઆત કરી અને કારોબારની સમાપ્તિથી પહેલા વધુ બે વખત તે ગગડયો હતો. દિવસમાં તેણે 17379.60 અંકના નીચલા અને 17543.25 અંકના ઉચ્ચસ્તરને સ્પર્શ કર્યો હતો. કારોબારના આખરમાં નિફ્ટી 47.10 અંક વધીને 17516.85 અંક પર બંધ થયો. બુધવારે નિફ્ટી 293.05 અંક વધીને 17469.75 અંક પર બંધ થયો.
ગત બે દિવસોની તેજી બાદ આજે રોકાણકારોએ સ્ટોક સ્પેસ્ફિક ખરીદી કરી. વિદેશી બજારોના સંકેતો મિશ્રિત રહ્યા. તો ઓમીક્રોનને લઈને ચિંતાઓ ઓછી થવાની અસર બજારમાં બે દિવસની રેલી તરીકે જોવા મળી ચુકી છે. આખા બજાર પર અસર નાખવા માટે સક્ષમ કોઈ ખાસ ટ્રિગરના નહીં હોવાને કારણે બજારમાં આજે સેક્ટર અને સ્ટોક સ્પેસ્ફિક એક્શન જોવા મળ્યું.
આજના કારોબારમાં સૌથી વધુ બઢત મીડિયા સેક્ટરમાં જોવા મળી છે. સેક્ટર ઈન્ડેક્સ 3.57 ટકાની બઢત સાથે બંધ થયો. તો એફએમસીજી સેક્ટર ઈન્ડેક્સમાં 1.44 ટકાની બઢત રહી છે. ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં 1 ટકાથી વધુ, મેટલ ઈન્ડેક્સમાં અડધા ટકાથી વદારે તેજી નોંધાય છે. ઓટો, એનર્જી, પીએસયૂ બેંક, ફાર્મા સેક્ટર પણ આજે બઢતની સાથે બંધ થયા. પરંતુ તેની તેજી અડધો ટકાથી ઓછી રહી. બીજી તરફ બેન્કિંગ સેક્ટરમાં અડધો ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. ફાયનાન્શિયલ સર્વિસ સેક્ટર, આઈટી સેક્ટર, પ્રાઈવેટ બેંક સેક્ટર ઈન્ડેક્સ, રિયલ્ટી, એનર્જી અને કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ સેક્ટર ઈન્ડેક્સમાં ઘટાડો રહ્યો. જો કે આ ઘટાડો અડધો ટકાથી ઓછો રહ્યો હતો. નિફ્ટીમાં સામેલ 26 સ્ટોક આજે બઢત સાથે બંધ થયા.તેમાથી 11 સ્ટોક્સમાં 1 ટકાથી વધુની તેજી જોવા મળી છે. બઢતવાળા સ્ટોક્સમાં આઈટીસી 4.91 ટકા, એલએન્ડટી 3.01 ટકા અને એશિયન પેન્ટ્સ 2.2 ટકાની બઢત સાથે બંધ થયા છે. તો ઘટાડાવાળા સ્ટોક્સમાં 3 સ્ટોક 1 ટકાથી વધુ ઘટયા છે. સૌથીવધુ ઘટનારા સ્ટોક્સમાં એચડીએફસી બેન્ક 1.79 ટકા, ટાઈટન 1.35 ટકા અને નેસ્લેમાં 1.12 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

