HomeGujaratભાજપમાં મોટા ઉપાડે ગયા પછી નવરાધૂપ બનેલા કોંગ્રેસી ધારાસભ્યો કોંગી પ્રમુખ જગદીશ...

ભાજપમાં મોટા ઉપાડે ગયા પછી નવરાધૂપ બનેલા કોંગ્રેસી ધારાસભ્યો કોંગી પ્રમુખ જગદીશ ઠાકોરની રડારમાં 

ગાંધીનગર,ગુરૂવાર

    ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકેનો પદભાર સંભાળ્યા પછી જગદીશ ઠાકોર એક્શનમાં આવી ચૂક્યા છે. દિલ્હી હાઈકમાન્ડે ઓબીસી ચહેરા એવા જગદીશ ઠાકોરને પ્રમુખ બનાવીને ભાજપને મોટો પડકાર ફેંક્યો છે તો વિપક્ષી નેતા પદે આદિવાસી સમાજના સુખરામ રાઠવાને નિયુક્ત કરીને આદિવાસી બેલ્ટને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસ 2022નો ચૂંટણી જંગ જીતવા માટે કોઈ કસર છોડવાના મૂડમાં નથી. 2017ની ચૂંટણી પછી કોંગ્રેસમાંથી ૧૫ જેટલા ધારાસભ્યો ભાજપમાં જાેડાયા છે અને હવે તેમાંથી કેટલાક ધારાસભ્યોમાં નારાજગીનો સૂર છે. રૂપાણી સરકારમાં મંત્રીપદ ભોગવતા મૂળ કોંગ્રેસનું ગોત્ર ધરાવતા ભાજપના ધારાસભ્યોને નવી સરકારમાં નવરાધૂપ કરી દેવામાં આવ્યા છે ત્યારે હવે આવા ધારાસભ્યોને કોંગ્રેસમાં લાવવાના પ્રયાસ કરવામાં આવી શકે છે. પ્રમુખ તરીકેનો હોદ્દો સંભાળ્યા પછી પ્રમુખે શંકરસિંહ વાઘેલાને પણ પુનઃ કોંગ્રેસમાં લાવવા ઉપર ભાર મૂક્યો હતો અને હાઈકમાન્ડ સમક્ષ વાત કરવાનું પણ કહ્યું હતું. અલ્પેશ ઠાકોરને પણ કોંગ્રેસમાં આવવા માટે આમંત્રણ અપાયું હતું. હવે કોંગ્રેસ ભાજપના નારાજ ધારાસભ્યોને કોઈ પણ રીતે પોતાની તરફ ખેંચી લાવવાની દિશામાં આગળ વધી રહી છે. 
      ગુજરાત વિધાનસભાનો ચૂંટણી જંગ રોચક બનશે તેમાં બેમત નથી. કોંગ્રેસે પણ દેર આયે દુરસ્ત આયે પણ પ્રમુખ તરીકે યોગ્ય વ્યક્તિને પસંદ કરીને ભાજપને આંચકો આપ્યો છે. જગદીશ ઠાકોર આખાબોલા ઉપરાંત ઓબીસી સમાજનો ઉત્તર ગુજરાતનો મોટો ચહેરો હોવા ઉપરાંત અન્ય સમાજાેમાં પણ તેઓ લોકપ્રિય છે અને એ લોકપ્રિયતાની સીડી મારફતે કોંગ્રેસ 2022માં સત્તામાં આવવાના સપના જાેવા લાગી છે. 2017ની રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી 15 જેટલા ધારાસભ્યોએ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો અને તેમણે રાતોરાત રૂપાણી સરકારમાં મંત્રી પણ બનાવી દેવામાં આવ્યા હતા. કુંવરજી બાવળિયા, જવાહર ચાવડાને કોંગ્રેસમાંથી આવ્યા પછી લોટરી લાગી ગઈ હતી. જાે કે, રૂપાણી સરકાર ગયા પછી આ ધારાસભ્યોને નવી સરકારમાં કોઈ મંત્રી પદ ફાળવાયું નહોતું. આ નેતાઓ ભલે ખુલીને પોતાના દિલની વાત કહી ન શકે પણ અંદરખાને ભયંકર નારાજગી પ્રવર્તી રહી છે. કોંગ્રેસ આવા ધારાસભ્યોની નાડ પારખીને કોંગ્રેસમાં લાવી શકે છે. આ રણનીતિ ઉપર પ્રમુખ આગળ વધી રહ્યા છે અને ભાજપમાં નારાજ ચાલી રહેલા ધારાસભ્યો તેમની રડારમાં છે. ભાજપના કેટલાક નેતાઓને પણ આની ગંધ આવી ચૂકી છે ને આગામી દિવસોમાં કંઈક નવાજૂની થાય તેવી દહેશત વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક મૂળ ભાજપના નેતાઓ તો મનોમન ઈચ્છી જ રહ્યા છે કે, ઝાડ પડે અને જગ્યા થાય તેમ કોંગ્રેસી ધારાસભ્યો પાછા જાય તો બીજાનો પણ નંબર લાગી શકે તેમ છે. ભાજપમાં મોટા ઉપાડે ગયેલા કોંગ્રેસના ધારાસભ્યોની હાલત કફોડી બની છે અને બાવાના બેઉ બગડ્યા જેવો ઘાટ ઘડાયો છે ત્યારે આવા ધારાસભ્યો ફરીથી કોંગ્રેસમાં ઘર વાપસી કરી શકે છે. 

આ ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ગયા 
     શંકરસિંહ વાઘેલા, બળવંતસિંહ રાજપૂત, મહેન્દ્રસિંહ વાઘેલા, અમિત ચૌધરી, રામસિંહ પરમાર, માનસિંહ ચૌહાણ, કરમશી પટેલ, સી.કે.રાઉલજી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, તેજશ્રી પટેલ, ભોળાભાઈ ગોહિલ, પ્રહલાદ પટેલ, છનાભાઈ ચૌધરી, કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા, આશાબેન પટેલ, જીતુ ચૌધરી, અક્ષય પટેલ, બ્રિજેશ મેરઝા, જે.વી.કાકડીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, સોમા પટેલ, મંગળ ગામિત, પ્રવિણ મારૂ અને પરસોત્તમ સાબરિયાનો સમાવેશ થાય છે. 

નવી સરકારમાં માત્ર બે કોંગ્રી ગોત્રના મંત્રી 
     ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં કોંગ્રેસનું ગોત્ર ધરાવતા માત્ર બે ધારાસભ્યોને મંત્રી બનાવાયા છે. જેમાં જીતુ ચૌધરી અને બ્રિજેશ મેરઝાનો સમાવેશ થાય છે. જેમની શક્યતાઓ હતી તેવા કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, જે.વી.કાકડિયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, સી.કે.રાઉલજીનો પણ છેદ ઉડી ગયો છે. આ ધારાસભ્યોને ૨૦૨૨માં ભાજપ ટિકીટ આપશે કે કેમ તેના ઉપર પણ પ્રશ્નાર્થ સર્જાયો છ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW