HomeNationalભારત પાકિસ્તાનના 1971 યુદ્ધમાં શોર્ય અને સાહસની કથા ભાગ- 5 ઇન્ડીયન એરફોર્સે...

ભારત પાકિસ્તાનના 1971 યુદ્ધમાં શોર્ય અને સાહસની કથા ભાગ- 5 ઇન્ડીયન એરફોર્સે પાકિસ્તાનના ગર્વનરને જ ભાગવા કર્યા મજબુર

પૂર્વ પાકિસ્તાનમાં ઇન્ડિયન એરફોર્સે આણ વર્તાવી હતી. તો પાકિસ્તાન મોરચે પણ હાહાકાર મચાવ્યો હતો. પાકિસ્તાને ઓપરેશન ચંગેઝ ખાન લોન્ચ કર્યું હતું .જોકે ભારતની સુરક્ષા એજન્સી અગાઉથી જ તૈયાર હતું અને વળતો જવાબ આપ્યો હતો. ભારતીય એરફોર્સે પાકિસ્તાનના તમામ સરહદ વિસ્તારના એરબેઝ પર એક પછી એક એર સ્ટ્રાઈક ચાલુ રાખી હતી
8 ડીસેમ્બરના દિવસે પાકિસ્તાનના પઠાનકોટના એરબેઝ ઉપર ભારતે 20 સ્કવોર્ડને પાકિસ્તાનના મુરીદ એરબેઝ ઉપર ધડાધડા બોમ્બ વર્ષા કરી એરબેઝનું નામોનિશાન મિટાવી દીધું હતું.

એ એર સ્ટ્રાઈકમાં પાકિસ્તાનના એફ 86 લડાકુ વિમાન તોડી પાડ્યા હતા. કહેવાય છે કે લીબિયાએ પાકિસ્તાનને એફ 86 પ્રકારના વિમાનો મદદ કરવા આપ્યા હતા એ અરસામાં અરબ દેશના સંગઠન જોરમાં હતું.મુસ્લિમ રાષ્ટ્ર વૈશ્વીક મંચ ઉપર એકતા દર્શાવતા હતા. પંજાબ પ્રાંતના સરગોધામાએ વિમાન તૈનાત કર્યા હતા. ભારતીય વાયુ સેનાએ એર સ્ટ્રાઈક કરીને એ વિમાનોને બેઝ પર જ નેસ્ત નાબુદ કરી દીધા હતા.


ભારતની એરફોર્સે પાકિસ્તાનમાં એક તરફી વાવટો ફરકાવ્યો હતો.તેનો પરચો એ આંકડા પરથી લગાવી શકાય છે.કે યુધ્ધના 13દિવસે દરમિયાન ભારતીય સેના પૂર્વ પાકિસ્તાનમાં 4000 ઉડાન ભરી હતી. પાકિસ્તાને પૂર્વમાં માત્ર 30 અને પશ્ચિમ મોરચે 2840 ઉડાન ભરી હતી. આ આંકડા પરથી એ કહી શકાય કે ઇન્ડિયન એરફોર્સ દ્વારા પાકિસ્તાન એરફોર્સ કરતા બમણી ઉડાન ભરી હતી ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનના 94 જેટલા એરક્રાફ્ટનો સફાયો કરી નાખ્યો હતો. જેમાં સાઉદી જોર્ડન,લિબીયાના વિમાનની ટો ગણતરી થઈ નથી.પાકિસ્તાનને સહાય કરનાર 20થી 25 વિમાન તોડી પડાયા હતા.
પૂર્વ પાકિસ્તાનના ગવર્નર હાઉસ પ્ર ભારતીય વાયુસેનાએ રોકેટ હુમલો કર્યો હતો જે બાદ ત્યાના ગવર્નર પણ જીવ બચાવી ભાગી છુટ્યા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW