HomeGujaratઉછાળા સાથે ખુલેલો સેન્સેક્સ શેરબજારમાં મિશ્રિત વલણ વચ્ચે રિલાયન્સ ટૉપ પર

ઉછાળા સાથે ખુલેલો સેન્સેક્સ શેરબજારમાં મિશ્રિત વલણ વચ્ચે રિલાયન્સ ટૉપ પર

શેરબજારોમાં ગુરુવારે શરૂઆત પોઝિટિવ નોટ સાથે થઈ હતી. સેન્સેક્સ લગભગ 200 અંકની બઢત સાથે ખુલ્યો હતો. પરંતુ જલ્દીથી કારોબારમાં મિશ્રિત વલણ જોવા મળ્યું. રોકાણકારો વચ્ચે નફાવસૂલીની સ્થિતિને કારણે બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી બંનેમાં સતત ઉતાર-ચઢાવની સ્થિતિ બનેલી છે.

મિશ્રિત વલણ સાથે ખુલેલા ભારતીય શેરબજારમાં ખૂબ નફાવસૂલી થઈ રહી છે. સવારે 10.29 કલાકે સેન્સેક્સ 268.60 અંકના ઘટાડા સાથે 58381.08 પર ટ્રેડ કરી રહ્યો હતો. બુધવારે 58649.68 અંકના સ્તરે બંધ થયેલો સેન્સેક્સ ગુરુવારે 58831.41 અંક સાથે ખુલ્યો હતો. એટલે કે સેન્સેક્સ આજે 181.73 અંકની બઢત સાથે ખુલ્યો હતો. જો કે બાદમાં સેન્સેક્સ ગગડયો હતો. સવારના કારોબારમાં સેન્સેક્સે 58889.96 અંકનો હાઈ અને 58373.16 અંકનો લૉ બનાવ્યો હતો. જ્યારે સવારે 10.30 કલાકે નિફ્ટી 84.10 અંકના ઘટાડા સાથે 17385.65 અંક પર ટ્રેડ કરી રહ્યો હતો.

બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ બુધવારે રેકોર્ડ 1000 અંકથી વધુના ઉછાળા સાથે 58649.68 પર બંધ થયો હતો. ગુરુવારે સેન્સેક્સ બઢત સાથે 58831.41 પર ખુલ્યો હતો અને થોડાક સમયમાં નફાવસૂલીના તબક્કાને કારણે શેરબજારમાં ઉતાર-ચઢાવની સ્થિતિ શરૂ થઈ હતી.

નિફ્ટી ગુરુવારે ગ્રીનઝોનમાં ખુલ્યો હતો. પરંતુ નફાવસૂલીના કારણે સવારના કારોબારમાં નિફ્ટી 17524.40 પર ખુલ્યા બાદ ઉતાર-ચઢાવની સ્થિતિ જોવા મળી હતી. બુધવારે નિફ્ટી લગભગ 300 અંકના ઉછાળા સાથે 17469.75 અંક પર બંધ થયો હતો. નિફ્ટીમાં સામેલ 50 કંપનીઓમાંથી 30ના શેર રેડ ઝોનમાં છે.

સેન્સેક્સ પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર ટોપ પરફોર્મર રહ્યા. આ સિવાય સનફાર્મા, એલએન્ડટી, એશિયન પેન્ટ્સ, ડૉ. રેડ્ડી, ભારતી એરટેલ, બજાજ ફાયનાન્સ અને આઈસીઆઈસીઆઈ બેંકના શેરો ગ્રીન ઝોનમાં રહ્યા. આ સિવાય સૌથી વધારે ઘટાડો એચડીએફસી બેંકના શેરોમાં જોવા મળ્યો.

તો નિફ્ટી પર ભારત પેટ્રોલિયમના શેર ટોપ પરફોર્મર રહ્યા અને યુપીએલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, કોલ ઈન્ડિયા અને સન ફાર્માના શેર પોઝિટિવ ઝોનમાં રહ્યા. તો જેએસડબ્લ્યૂ સ્ટીલ અને એચડીએફસી બેંકના શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW