દેશમાં કોરોના વાઈરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને વધતી ચિંતા વચ્ચે સરકારે આંતરરાષ્ટ્રી ફ્લાઈટ્સ પર લાગેલી રોકને 31 જાન્યુઆરી, 2022 સુધી લંબાવી દીધી છે. આના પહેલા 26 નવેમ્બરે સરકારે ઘોષણા કરી હતી કે 15 ડિસેમ્બરથી નિર્ધારીત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવશે અને સામાન્ય સેવા બહાલ થશે. એક સપ્તાહથી ઓછા સમયમાં જ આ નિર્ણય પર આગામી નોટિસ સુધી રોક લગાવી દેવામાં આવી હતી.
ડીજીસીએ તરફથી ગુરુવારે જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે 26-11-2021ના રોજ જાહેર કરવામાં સર્કુલરમાં આંશિક સંશોધન હેઠલ સક્ષમ પ્રાધિકારીએ ભારતથી આવન-જાવન કરનારી નિર્ધારીત આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક પ્રવાસી સેવાઓના સસ્પેન્સનને 31 જાન્યુઆરી, 2022ની રાત્રિના 11.59 કલાક સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટ વિમાનો અને વિશેષરૂપથી મંજૂર કરવામાં આવેલાવિમાનો પર લાગુ નહીં થાય.

સર્કુલર પ્રમાણે, સક્ષમ પ્રાધિકારી દ્વારા કેસ ટુ કેસ બેસિસ પર પસંદગીના રુટ્સ પર આંતરરાષ્ટ્રીય વિમાનોના સંચાલનને મંજૂરી આપી શકાય છે. કોવિડ-19 મહામારીને કારણે 23 માર્ચ, 2020થી દેશમાં નિર્ધારીત આંતરરાષ્ટ્રીય યાત્રી સેવાઓ સસ્પેન્ડ છે. જો કે વંદે ભારત મિશન હેઠળ મે-2020થી અને જુલાઈ – 2020થી પસંદગીના દેશો સાથે દ્વિપક્ષીય એર બબલ વ્યવસ્થા હેઠળ વિશેષ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ સંચાલિત થઈ રહી છે.
ભારતના અમેરિકા, બ્રિટન, સંયુક્ત આરબ અમીરાત, ફ્રાંસ સહીતના 31 દેશો સાથે એર બબલ સમજૂતી છે. જો કે જોખમવાળા દેશો(યૂરોપના દેશો સહીત યુકે, દ. આફ્રિકા, બ્રાઝિલ, બોત્સવાના, ચીન, ધાના, મોરિશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, તંજાનિયા, હોંગકોંગ, ઈઝરાયલ)થી આવનારા પ્રવાસીઓની અનિવાર્યપણે કોવિડ તપાસ કરવામાં આવે છે. તપાસ રિપોર્ટ આવ્યા સુધી એરપોર્ટ પર રોકાવું પડે છે અને નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ પણ સાત દિવસો સુધી હોમ ક્વારન્ટાઈન રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આઠમા દિવસથી 14મા દિવસ સુધી તેમણે પોતાના સ્વાસ્થ્ય પર નજર રાખવાની હોય છે.

