Sunday, July 7, 2024
HomeBussinessIPOમાંથી રોકાણકારોનો રસ ઓસર્યો, જાણો શું છે કારણ

IPOમાંથી રોકાણકારોનો રસ ઓસર્યો, જાણો શું છે કારણ

PAYTM પછી જે કોઈ પણ IPO આવ્યા છે એના સબસ્ક્રિપ્શનના આંકડા જોતા એવું લાગે છે કે, કેટલાક રોકાણકારો આ IPOથી દૂર ભાગી રહ્યા છે. આમા રોકાણકરવાનું ટાળે છે. આ અઠવાડિયે ચાર નવા IPO ખુલવાના છે. જેમાં મેટ્રોબ્રાંડનો ઈશ્યુ તા.10 ડીસેમ્બરના રોજ ખુલશે. આમા રાકેશ ઝુનઝુનવાલાએ પણ મોટું રોકાણ કર્યું છે. એટલે કે, અઠવાડિયાની અંદર રાકેશ ઝુનઝુનવાલાએ રોકાણ કર્યું હોય એવી બીજી કંપની માર્કેટમાં આવી રહી છે.

ગત અઠવાડિયે સ્ટાર હેલ્થ IPO બંધ થયો હતો. જેણે રોકાણકારોને કોઈ પ્રકારનો ભાવ આપ્યો ન હતો. આ IPO માં 79% સબસ્ક્રાઈપ્શન થયું હતું. જ્યારે રેટગન ટ્રાવેલનો IPO તા.7 ડીસેમ્બરના રોજ ઓપન થઈ રહ્યો છે. જ્યારે શ્રી રામ પ્રોપર્ટીનો ઈશ્યુ તા.8 ડીસેમ્બરના રોજ ખુલશે. તા.9 ડીસેમ્બરના રોજ ઈન્ફોનો IPO ખુલશે. આ અઠવાડિયે રોકાણકારોને વધુ એક પૈસા રોકવાનો ચાન્સ મળી રહેશે. પણ હવે રોકાણકારોમાં IPOને લઈને કોઈ પ્રકારનો ઉત્સાહ નથી. કારણ કે, PAYTMના IPOમાં ફટકો પડ્યા બાદ રોકાણકારોનો ઉત્સાહ ઓસરી ગયો છે.

માર્કેટમાં શેરમાં કડાકો બોલી જતા રોકાણકારોણમાં એક પ્રકારની નિરાશા છે. PAYથી પડેલા ફટકામાં રોકાણકારો હજુ બેઠા થયા નથી. છેલ્લા 18 મહિલામાં આશરે તમામ IPOએ સારો રીસપોન્સ આપ્યો છે. પણ PAYના IPOનો ધબડકો થતા રોકાણકારો નારાજ થયા હતા. આ ઉપરાંત સ્ટાર હેલ્થના IPOનો પણ ઠંડો પ્રતિસાદ રહ્યો હતો. આ ઈશ્યુમાં 100% કોઈ રીતે સબસ્ક્રિપ્શન થયું ન હતું. એ પછી આનંદ રાઠીના ઈશ્યુને લઈ માત્ર 9.78 ટકા જ સબસ્ક્રિપ્શન મળ્યું હતું. એવામાં હવે આવનારા IPO અંગે કોઈ સ્પષ્ટ વાત કહી શકાય એમ નથી. આ સિવાય MAPMYINDIA બ્રાંડ ઑપરેટ કરનારી કંપની CE ઈન્ફોસિસ્ટમનો IPO તા.9 ડીસેમ્બરના રોજ ઓપન થવાનો છે.

આ એડવાન્સ ડિજિટલ મેપ, જિયોસ્પેટિલ સોફ્ટવેર અને લોકેશન આધારિત IoT ટેક્નોલોજી સર્વિસ આપતી દેશની પ્રમુખ કંપની પૈકીની એક છે. જેણે મેપમાઈઈન્ડિયા બ્રાંડ અંતર્ગત 60 લાખ કિમીથી વધારે વિસ્તારોના નક્શા તૈયાર કર્યા છે. જે ભારતના કુલ રોડ નેટવર્કના આશરે 98.5 ટકા છે. દક્ષિણ ભારતની રિયલ એસ્ટેટ કંપની શ્રીરામ પ્રોપર્ટીઝનો આઈપીઓ આજે ખુલી રહ્યો છે. તે 10 ડિસેમ્બર સુધી રોકાણ માટે ખુલ્લું રહેશે. ઇશ્યૂનું કદ રૂ. 600 કરોડ છે. જ્યારે શ્રીરામ પ્રોપર્ટીઝે IPO માટે 113-118 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,680FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW