પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને પાછલા 48 દિવસમાં 500 કરોડથી વધારેની આવક થઈ છે. પાછલા બે વર્ષ દરમિયાન કોવિડના કારણે રેલવે વ્યવહાર પણ લાદવામાં આવેલ નિયંત્રણોને કારણે આર્થિક નુકસાન ભોગવવાનું વારો આવ્યો હતો. પરંતુ જેમ-જેમ રેલવે સંચાલનને તબક્કાવાર પરવાનગી આપવામાં આવી રહી છે, તેમ-તેમ પેસેન્જરોની સંખ્યા વધી છે અને આવક પણ વધી રહી છે.

ડિસેમ્બર, પાછલા 248 દિવસમાં થયેલી પેસેન્જરની મુવમેન્ટ થકી થયેલી આવકનો આંકડો 500.12 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે. મહત્વની વાત એ છે કે, દિવાળીના તહેવારો દરમિયાન પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો, જેના કારણે રેલવેની આવકમાં પણ વધારો થયો હતો. જેથી 29 નવેમ્બરે જે આવક 300.80 કરોડ હતી તે 4 ડિસેમ્બર સુધી 500.12 કરોડ સુધી પહોંચી છે. જુલાઈ મહિનામાં 100.9 કરોડ, ઓગસ્ટ મહિનામાં 200.65 કરોડ આવક થઈ હતી.

