HomeGujaratરાજ્યભરની હોટલોમાં તોલમાપ વિભાગના એકસામટા દરોડાથી ખળભળાટ : 100 જેટલી હોટલોમાં ગેરરીતિ...

રાજ્યભરની હોટલોમાં તોલમાપ વિભાગના એકસામટા દરોડાથી ખળભળાટ : 100 જેટલી હોટલોમાં ગેરરીતિ મળતા દંડ ફટકારાયો

અમદાવાદ, મંગળવાર

   રાજ્યભરમાં હોટલો પર તોલ માપ વિભાગના અધિકારીઓએ સોમવારે ઓચિંતુ જ અને સામૂહિક ચેકિંગ હાથ ધરતા હોટલ સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ હોટલોમાં ગ્રાહકોની પાસેથી વધુ પૈસા લેવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદોના પગલે આ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન લગભગ 100 જેટલી હોટલોમાં ગેરરીતિ થતી હોવાનું ખૂલ્યું હતુ અને એમની પાસેથી લગભગ ત્રણેક લાખ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

  અમદાવાદ તેમજ ગાંધીનગરમાં મોટી હોટલો તરીકે ખ્યાતિપ્રાપ્ત હોટલોમાં તોલમાપ વિભાગના જાહેરનામા છતા ઘરાકો પાસેથી વધુ રકમ પડાવવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદોને આધારે દરોડા પાડયા હતા અને તોલમાપ વિભાગ દ્વારા લગભગ ત્રણ લાખ રૂપિયાનો દંડ પણ વસુલ કર્યો હતો. સોમવારે રાજ્યભરમાં તોલમાપ વિભાગના અધિકારીઓ સામૂહિક ડ્રાઈવ રાખી હતી જેના પગલે રાજ્યભરની હોટલોમાં દરોડા પાડયા હતા.

  એમઆરપી કરતા વધુ રકમ લેવાના મામલે તેમજ હોટલોમાં મેનુમાં કેટલી માત્રામાં વસ્તુઓ વેચાઈ છે તેની જાણકારી મુકવામાં ન આવી હોવા સહિતની બાબતોએ દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આગામી દિવસોમાં આ અભિયાન હજું વિસ્તૃત રીતે હાથ ધરાય તેવી શક્યતા દેખાઈ રહી છે, જેના લઈને હોટલ સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કારણકે, તોલમાપ વિભાગના વડાએ જણાવ્યું હતું કે, હજુ અમારી કાર્યવાહી પૂરી થઈ નથી.

  ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી તોલમાપ વિભાગના અધિકારીઓ માત્ર કાગળ પર કેસ કરીને જ સંતોષ માનતા હતા.પણ, હવે એકાએક આ કાર્યવાહીના પગલે હોટલ સંચાલકોમાં ભારે અફડાતફડી મચી જવા પામી છે. હાઈવે પર આવેલી હોટલોમાં વધુ નાણા પડાવવામાં આવતા હોવાની ફરિયાદો તો આમેય વર્ષો જૂની છે ત્યારે હવે તોલમાપ વિભાગ આ મામલે સંપૂર્ણ કાર્યવાહીના મૂડમાં હોય એવું જણાઈ રહ્યું છે. (તસવીર પ્રતિકાત્મક છે)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,330SubscribersSubscribe

TRENDING NOW