HomeGujaratNorth Gujaratડ્રગ્સના રવાડે ચઢી ગયેલી 48 યુવતીઓને શહેર પોલીસે ડ્રગ્સની ચૂંગાલમાંથી મુક્ત કરાવીને...

ડ્રગ્સના રવાડે ચઢી ગયેલી 48 યુવતીઓને શહેર પોલીસે ડ્રગ્સની ચૂંગાલમાંથી મુક્ત કરાવીને નવી અપાવી જિંદગી

અમદાવાદ, મંગળવાર

  જુલાઈ 2020માં કાલુપુરમાં એક હોટલમાં રેડ દરમિયાન પોલીસના સંપર્કમાં એક યુવતી આવી હતી જે ઉચ્ચ અભ્યાસ કરતા કરતા ડ્રગ્સના રવાડે ચઢી ગઈ હતી. ડ્રગ્સની આદતને સંતોષવા માટે તેની મજબૂરી અને તૈયારીઓ જોઈને પોલીસે આવી યુવતીઓને શોધી કાઢવાનું નક્કી કર્યું હતું અને તમામ યુવતીઓને ડ્રગ્સની ચુંગાલમાંથી મુક્ત કરવાનું નક્કી કર્યું હતું. જેમાં પોલીસે અત્યાર સુધીમાં 48 જેટલી યુવતીઓને ડ્રગ્સની ચુંગાલમાંથી મુકત કરવામાં સફળતા મળી છે.

   ચોંકાવનારી બાબત તો એ છે કે મોટા ભાગ યુવતીઓ એમ.બી.એ, એમબીબીએસ, બી ટેક જેવા ઉચ્ચ અભ્યાસ કરી રહી છે. જે ક્યાંક કોલેજના મિત્રો સાથે પાર્ટીમાં કે દેખા દેખીમાં ડ્રગ્સની લતે ચઢી ગયેલ છે. જોકે કેટલીક યુવતીઓ તો ડ્રગ્સની આદત પૂરી કરવા માટે પોતાને હજારો રૂપિયાના પોકેટ મની મળી રહેતા હોવા છતાં તે ઓછા પડે છે. આમાંથી કેટલીક યુવતીઓ લગ્ન કરીને હાલ પોતાના સાંસારિક જીવન પણ સારી રીતે ગુજારી રહી છે.પોલીસની પ્રાથમિકતા આ પ્રકારના ડ્રગ્સની બંધાણી બનેલ યુવતીઓને આદતમાંથી મુક્ત બનાવવાની રહેલી છે. જ્યારે પોલીસ લોકોને એક જ અપીલ કરી રહી છે કે જો કોઈ પણ યુવક કે યુવતી આ જાળમાં ફસાયેલ હોય અને પોતે બહાર આવવા માંગતા હોય તો વિના સંકોચે કોઈ પણ પોલીસ અધિકારીનો સંપર્ક કરી શકે છે. પોલીસ તેઓને ચોક્કસથી મદદરૂપ બનશે. (તસ્વીર પ્રતિકાત્મક છે)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW