HomeNationalહિમાલયમાં થઈ બરફવર્ષા, ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં પડશે કડકડતી ઠંડી

હિમાલયમાં થઈ બરફવર્ષા, ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં પડશે કડકડતી ઠંડી

સોરાષ્ટ્ર-કચ્છ પંથકમાં માવઠું વરસ્યાં બાદ શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થઈ છે. તો બીજી તરફ હિમાલયમાં ગઈકાલથી સીઝનની પ્રથમ હિમવર્ષા શરૂ થયા બાદ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાં બાદ શનિવારથી આકાશ સ્વચ્છ થયું છે. તેમજ ઠંડા પવનોની ગતિમાં ઘટાડો થતા વહેલી સવારે અને સાંજના સમયે બેઠો ઠારનો અહેસાસ નગરજનો કરી રહ્યાં છે. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર કચ્છ પંથકમાં વહેલી સવારે બેઠા ઠારની સાથે લોકોએ ગુલાબી ઠંડીનો અહેસાસ કર્યો છે.

હિમાલયમાં ગઈકાલથી સીઝનની પ્રથમ હિમવર્ષા થઈ છે. કેદારનાથ મંદિર પરિસરમાં સફેદ ચાદર પથરાઈ છે. આ હિમવર્ષાને પગલે આગામી દિવસોમાં દેશમાં વ્યાપક પ્રમાણમાં ઠંડી પડવાની શક્યતાઓ હવામાન વિભાગે કરી છે તો આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર કચ્છ પંથકમાં હવામાં ભેજનું પ્રમાણ વધારે જોવા મળશે અને ઠંડીનું જોર વધશે તેમ જણાવ્યું છે. આજે નલીયામાં 10.6 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર બન્યું હતું. તો રોજકોટમાં તાપમાનનો પારો 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW