અમદાવાદ, મંગળવાર
GTUમાં અભ્યાસ કરતા ડિગ્રી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના સેમેસ્ટર 5 અને સેમેસ્ટર 7 ની પરીક્ષા હવે આગામી સમયમાં શરૂ થવા જઈ રહી છે, જેમાં પરીક્ષાના બધા વિષયો વચ્ચે તૈયારી કરવા માટે 24 કલાકનો સમય પણ આપવામાં આવ્યો નથી. એટલું જ નહીં, સેમેસ્ટર 5ની પરીક્ષાની જાહેરાત પરીક્ષાની તારીખના ખૂબ જ ઓછા સમય પહેલાં કરવામાં આવી હતી. આ વિષયને લઈને ઘણા વિદ્યાર્થીઓ માનસિક રીતે પણ તણાવમાં પણ આવી ગયા હોવાની ફરિયાદો ઉઠી છે.
રાજ્યમાં ઘણા વિદ્યાર્થીઓ આસપાસના ગામડાઓમાંથી નજીકના શહેરમાં અપડાઉન કરતા હોય છે, જેના પગલે 3થી 4 કલાક જેવો સમય જતો રહેતો હોય છે. તેમને પણ આ પદ્ધતિ નડે છે. આ પરીક્ષાની પેપર સ્ટાઇલ પણ 70 માર્કસની રાખવામાં આવી છે કે જે પેપર સ્ટાઇલમાં વિદ્યાર્થીઓ બે વર્ષ પહેલા પરીક્ષા આપી હતી, તો આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ સરખી રીતે તૈયારી કરીને અને માનસિક તણાવ વગર પરીક્ષા આપી શકે તે માટે દરેક વિષયોની પરીક્ષા વચ્ચે ઓછામાં ઓછા એક દિવસની રજા આપવામાં આવે તેવી વિદ્યાર્થીઓની માંગ છે, તો વિદ્યાર્થીઓના પક્ષમાં વહેલામાં વહેલી તકે આ બાબતે નિર્ણય લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

