HomeGujaratકાપડ ઉદ્યોગમાં GSTનો દર 5 ટકા નહીં કરાય તો 15મીથી રાજકોટમાં વેપારીઓનું...

કાપડ ઉદ્યોગમાં GSTનો દર 5 ટકા નહીં કરાય તો 15મીથી રાજકોટમાં વેપારીઓનું આંદોલન

કેન્દ્ર સરકાર દ્વારા થોડા દિવસ પહેલા જ ટેક્ષટાઈલ ઉદ્યોગ ઉપર જીએસટીનો દર 5 ટકાથી વધારીને 12 ટકા કરાતા કપડાના વેપારીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. ત્યારે આગામી તા. 15ના રોજ રાજકોટમાં ટેક્ષટાઈલના વેપારીઓ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આંદોલનાત્મક કાર્યક્રમો કરશે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

થોડા સમય પહેલા કેન્દ્ર સરકારે કાપડ ઉદ્યોગ ઉપર જીએસટીનો દર 5 ટકાથી વધારીને 12 ટકા કરાયો છે. જેના કારણે માંડ માંડ પાટે ચડેલો કાપડ ઉદ્યોગ ફરી પડી ભાંગવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે સુરતમાં ટેક્ષટાઈલ એસોસિએશન દ્વારા આવેદન પાઠવીને કેન્દ્ર સરકારને જીએસટીનો વધારેલો દર હટાડવા માટે સાત દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમજ જો કેન્દ્ર સરકાર આ અંગે કોઈ પગલા નહીં ભરે તોઆંદોલનાત્મક કાર્યક્રમોની ચિમકી ઉચ્ચારી હતી.

ત્યારે હવે રાજકોટમાં ટેક્ષટાઈલના વ્હોલસેલ મર્ચન્ટ એસો. તથા કાપડ ઉદ્યોગના વિવિધ વેપારીઓ દ્વારા આગામી તા. 15ના રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાના છે. તેમજ જો તેમની માંગ કેન્દ્ર સરકાર નહીં સ્વિકારે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW