હળવદ તાલુકાના બુટવડા ગામમાં આવેલ માલિકીની જમીન પર પિતા પુત્રએ ગેરકાયદે કબજો જમાવી દીધો હતો આ અંગે જમીનના માલિક દ્વારા હળવદ પોલીસ મથકમાં પોતાની જમીન પર ગેરકાયદે કબજો જમાવી દઈ જમીન પચાવી પાડી હોવાની ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ પિતા પુત્ર વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

હળવદ શહેરના ભાટિયા કુવા વિસ્તારમાં રહેતા વિજયકુમાર વ્રજલાલ અનડકટ્ટ નામના ખેડૂતની જમીન પર વેગડવાવના ઠાકરસીભાઈ વિરજીભાઈ દળવાડી અને વિરજીભાઈ અમરશીભાઈ દલવાડી નામના પિતાપુત્ર બુટવાડ ગામમાં આવેલ માલિકીની જમીન પર ગેરકાયદે કબજો જમાવી દીધો હતો અને આ જમીન ખાલી કરવા અનેક વખત જણાવવા છતાં જમીન ખોટી રીતે પચાવી રાખેલ હોવાથી વિજયભાઈએ હળવદ પોલીસ મથકમાં બન્ને શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ આધારે ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

