HomeGujaratગુજરાત કોંગ્રેસમાં જગદીશ ઠાકોર પ્રમુખ બનતાં વધુ એક જૂથ પડ્યું : સાગર...

ગુજરાત કોંગ્રેસમાં જગદીશ ઠાકોર પ્રમુખ બનતાં વધુ એક જૂથ પડ્યું : સાગર રાયકાને કોંગ્રેસ છોડવી પડી 

ગાંધીનગર,મંગળવાર

   ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે જગદીશ ઠાકોર નિમાયા છે અને તેઓએ ભાજપના ભૂક્કા બોલાવી દેવાની ગર્જના કરી છે. જાે કે, બીજી તરફ કોંગ્રેસમાં હજુ ય બધું સમુસુતરૂં ન હોવાનું જણાઈ રહ્યું છે. જગદીશ ઠાકોર પ્રમુખ બનતાં જ વધુ એક જૂથ પડ્યાની ચર્ચાએ જાેર પકડ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા, પૂર્વ સાંસદ, ઉપ પ્રમુખ અને ઉત્તર ગુજરાતના રબારી સમાજના આગેવાન એવા સાગર રાયકાએ પણ વિધિવત કેસરિયો ધારણ કર્યો છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પાટિલ એવું કહેતા હતા કે, હવે કોઈ કોંગ્રેસીને લેવામાં આવશે નહી. જાે કે, એ છેદ ઉડી ગયો છે અને સાગર રાયકા દિલ્હીમાં જઈ ભાજપમાં જાેડાયા છે. ભાજપે ગુજરાત કોંગ્રેસને ઊંઘતી પકડી છે અને કોંગ્રેસના નેતાઓને તેની ગંધ સુદ્વ પણ આવી શકી નથી. 

   ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની તાજપોશી થઈ ચૂકી છે અને ૨૦૨૨માં ભાજપના ભૂક્કા બોલાવવાની વાત પણ કરી દીધી છે. બીજી તરફ હજુ પણ કોંગ્રેસમાં અસંતોષની આગ ભભૂકતી હોય તેવું જણાઈ રહ્યું છે. જગદીશ ઠાકોરની તાજપોશીનો કાર્યક્રમ યોજાયો ત્યારે પણ કોંગ્રેસના ત્રણ પૂર્વ પ્રમુખોના મોંઢા વિલાઈ ચૂક્યા હતા અને કેક કાપ્યા વિના સ્ટેજ ઉપર રવાના થઈ ગયા. અર્જુન મોઢવાડીયા, સિદ્વાર્થ પટેલ અને ભરતસિંહ સોલંકીના ચહેરાના હાવભાવ ઘણું બધું કહી જતા હતા. અમદાવાદમાં જ્યારે આ કાર્યક્રમ ચાલતો હતો ત્યારે સાગર રાયકાએ દિલ્હીમાં ભાજપને ખેસ પહેર્યો હતો. જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતનો ઓબોસી ચહેરો છે તો સાગર રાયકા પણ ઉત્તર ગુજરાતનો ઓબીસી ચહેરો છે. કહેવાય છે કે, જગદીશ ઠાકોરને પ્રમુખ બનાવાયા એ સાગર રાયકાને ગમ્યું નથી અને તેના કારણે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો છે.

  ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ આ ઘટનાથી તદ્દન અજાણ હતા અને ભાજપે તેની ગંધ સુદ્વા પણ આવવા દીધી નહોતી. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે અગાઉ કહ્યું હતું કે, હવે કોઈ કોંગ્રેસીને લેવામાં આવશે નહી. જાે કે, દિલ્હીમાં ભજવાયેલા આ ડ્રામામાં પાટિલને પણ અલિપ્ત રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. ભાજપ સામી વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના મજબૂત ઉમેદવારોને પોતાની તરફ લાવવા માટે ભરપૂર પ્રયાસો કરી રહ્યો છે અને તેમાં સાગર રાયકાના નામે સફળતા પણ મળી છે. કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર નવસર્જન કરવા નીકળ્યા છે પણ કોંગ્રેસમાં કશુંક તો અજગતું થઈ જ રહ્યું છે તે કોઈને કોઈ પ્રકારે બહાર આવી જ રહ્યું છે. જગદીશ ઠાકોર કોંગ્રેસના તમામ સિનિયર નેતાઓને સાથે લઈને ચાલવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ સિનિયર નેતાઓ કેટલો સાથ અને સહકાર આપે છે તે જાેવું રસપ્રદ બની રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW