બેંગ્લુરુ,મંગળવાર
બેંગ્લુરુનો રહેવાસી આ ડોક્ટર ઓમિક્રોન વેરિયન્ટનો ભારતનો પહેલો દર્દી હતો. તેની સાથે આફ્રિકાનો 66 વર્ષનો એક શખ્સ પણ ઓમિક્રોન પોઝિટીવ નીકળ્યો હતો જોકે તે દુબઈ ભાગી ગયો હતો, પોલીસે તેની સામે એફઆઈઆર દાખલ કરી છે.
છેલ્લા ટેસ્ટના સાત દિવસ બાદ બેંગ્લુરુના ડોક્ટરનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ સાજા થયા બાદ ફરી વાર કોરોના પોઝિટીવ આવ્યાં હોવાથી હવે તેમને ફરી વાર બીજા સાત દિવસ ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવશે અને RT-PCR નેગેટિવ આવ્યાં બાદ જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.
ઓમિક્રોન પોઝિટીવ ડોક્ટરે વેક્સિનના બન્ને ડોઝ લીધા છે
બેંગ્લુરુ હેલ્થ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે કોવિશિલ્ડના બન્ને ડોઝ લેનાર આ ડોક્ટર ફેફસાના ઈન્ફેક્શનથી પણ પીડિત છે. બેંગ્લુરુ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ગૌરવ ગુપ્તાએ જણાવ્યું કે ડોક્ટર સાથે સંપર્કમાં આવેલા 30 પ્રાથમિક સંપર્કો અને 205 સેકન્ડરી સંપર્ક શોધી કાઢવામાં આવ્યાં છે. તેમણે કહ્યું કે બેંગ્લુરુના ડોક્ટરની સાથે સંપર્કમાં આવેલા પાંચ લોકોનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે, સાત દિવસ બાદ તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો અને તેમને આજે રજા આપવામાં આવશે. પાંચ સેમ્પલને જિનોમ સિકન્વસિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે અને તેના પરિણામોની રાહ જોવાઈ રહી છે. બેંગ્લુરુના ડોક્ટર દેશના પહેલો ઓમિક્રોન પોઝિટીવ દર્દી છે મૂળ ગુજરાતના અને સાઉથ આફ્રિકામાં રહેતા બેંગ્લુરુના આ ડોક્ટર દેશના પહેલો ઓમિક્રોન પોઝિટીવ દર્દી છે, તેમની સાથે બનેલી આ ઘટના ખરેખર અકલ્પની છે અને આવનાર ખતરાના એંધાણ છે.
મ્યુનિસિપલ કોર્પોરેશને પુષ્ટિ કરી છે કે ગ્રેટર બેંગ્લોર મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ ડૉક્ટરને ફરીથી કોરોના સંક્રમિત થવાની પુષ્ટિ કરી છે . અધિકારીએ કહ્યું કે એ વાત સાચી છે કે ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળેલા ડૉક્ટર ફરીથી કોરોના વાયરસથી સંક્રમિત છે. નામ ન આપવાની શરતે અધિકારીએ જણાવ્યું કે ડોક્ટરને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેઓમાં કોરોના ચેપના હળવા લક્ષણો છે.
આઇસોલેશનના નિયમોના ભંગ બદલ કેસ નોંધાયેલ
બેંગલુરુ પોલીસે અધિકારીઓને જાણ કર્યા વિના દેશ છોડવા બદલ દક્ષિણ આફ્રિકાના નાગરિક સામે કેસ નોંધ્યો છે. ગુજરાતી મૂળનો દક્ષિણ આફ્રિકાનો માણસ અહીં એકલતામાં હતો. તે જાણ કર્યા વગર જ દુબઈ ચાલ્યો ગયો હતો. આરોગ્ય અધિકારીઓને જાણ કર્યા વિના ચેપગ્રસ્ત વ્યક્તિને જવા દેવા બદલ અહીંની એક ફાઇવ સ્ટાર હોટલના મેનેજમેન્ટ અને સ્ટાફ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.

